તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગ વિશ્લેષણ:ટેક્સટાઈલ અને એપરલ્સ ઉદ્યોગને રૂ. 1.62 લાખ કરોડની ક્રેડિટ અપાઈ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસે. 2020 સુધીમાં સેક્ટરમાં સક્રિય લોનની સંખ્યા 4.26 લાખ હતી

માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝીસના પ્રોત્સાહન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત અગ્રણી નાણાકીય સંસ્થા સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (સિડબી) અને ભારતીય ક્રેડિટ બ્યુરોની કંપની સીઆરઆઈએફ હાઈ માર્કે ઈન્ડસ્ટ્રી સ્પોટલાઈટની ત્રીજી આવૃત્તિ રજૂ કરી છે. જેમાં ભારતીય ટેક્સટાઈલ અને એપરલ્સ ઉદ્યોગનું વિશ્લેષણ રજૂ કરાયું છે. રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2020 સુધીમાં સેક્ટર દ્વારા મેળવવામાં આવેલા કુલ ધિરાણની રકમ રૂ. 1.62 લાખ કરોડ છે, જે વાર્ષિક ધોરણે અંદાજે 20 ટકાનો ઘટાડો દર્શાવે છે.

માર્ચ 2020માં કોરોના મહામારીના લૉકડાઉન પછી ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ થવાના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટરમાં ડિસેમ્બર 2020 સુધીમાં સક્રિય લોનની સંખ્યા (વોલ્યુમ) 4.26 લાખ હતી. છેલ્લા બે વર્ષમાં એનપીએમાં ત્રિમાસિક ઘટાડો જોવા મળ્યો છે, જે સપ્ટેમ્બર 2018માં 29.59%થી ઘટીને સપ્ટેમ્બર 2020માં 15.98% થઈ હતી.

ડિસેમ્બર 2020માં એનપીએ 0.94% વધી હતી, જે ડિસેમ્બર 2019 કરતાં 8% ઓછી હતી. નિકાસ ક્રેડિટમાં વાર્ષિક ધોરણે 25 ટકાનો ઘટાડો થયો હતો. સેક્ટરમાં વોલ્યુમની દૃષ્ટિએ એકંદર ધિરાણમાં 95% હિસ્સો MSME સેગ્મેન્ટના લોન લેનારાઓનો હતો.

અન્ય સમાચારો પણ છે...