તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Bullion Investors Temporarily Halt As They Divert To Virtual Currency (Bitcoin), No Downturn

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમોડિટી:બુલિયન ઇન્વેસ્ટર્સ વર્ચ્યુઅલ કરન્સી (બિટકોઇન) તરફ ડાઇવર્ટ થતાં કામચલાઉ તેજી અટકી, મંદીની ચાલ નહીંવત્

અમદાવાદ3 દિવસ પહેલાલેખક: મંદાર દવે
  • કૉપી લિંક
  • સોના-ચાંદીની તેજીનો આધાર કોરોના સંક્રમણ-વેક્સિન પર નિર્ભર
  • ચાંદીમાં ફરી ઝડપી તેજીની સંભાવના

વિક્રમ સંવત 2077ની શરૂમાં બૂલિયન ઇનવેસ્ટર્સ બિટકોઇ તરફ ડાઇવર્ટ થયા છે જેના કારણે સોના-ચાંદીમાં તેજીને બ્રેક લાગી છે. બિટકોઇન ઝડપી 20000 ડોલર તરફ કૂચ કરી રહ્યો છે કોરોના સંક્રમણ તથા લોકડાઉનની સંભાવના છતાં સોના-ચાંદીમાં તેજી અટકી છે. સોનું 1850-1880 ડોલર તથા ચાંદી 23.75-24.50ની રેન્જમાં અથડાઇ રહ્યું છે. વેક્સીન બજારમાં આવે તો સોના-ચાંદીમાં હજુ એકાદ કરેક્શનની સંભાવના છે.

બીજી તરફ મોટા ભાગના દેશો લોકડાઉન આપશે, સ્ટીમ્યુલસ પેકેજ રજૂ કરશે જેના કારણે સોના-ચાંદીને સપોર્ટ મળશે. ચાંદી ગમે ત્યારે ફરી ઉછળી 65000 થઇ શકે છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બની 74 અંદર સરકે તો સોના-ચાંદીમાં નિરૂત્સાહ
એગ્રી કોમોડિટીમાં તેજીનો ટ્રેન્ડ, ખાદ્યતેલો ફરી સુધરશે
એગ્રી કોમોડિટી માટે વિક્રમ સંવત 2077 તેજીમય બની રહે તેવો સંકેત મળી રહ્યો છે. દેશમાંથી નિકાસ વેપારો સતત વધી રહ્યાં છે જેના કારણે મોટા ભાગની એગ્રી કોમોડિટીમાં ભાવ નવી ટોચ બનાવે તેવા સંકેતો છે. તેજી માટે ડોલરનો સપોર્ટ અને નિકાસ વેપાર પર મુખ્ય આધાર રહેલો છે. રવી તથા ઉનાળુ પાક સારા થશે. ચીનની ડિસેમ્બરના તહેવારોને અનુલક્ષીને ખરીદી કેવી રહે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. ખાદ્યતેલોમાં તેજીનું ધ્યાન છે.

મેટલ્સમાં પુરવઠો ખોરવાશે તેવા ભયે તેજી

  • લોકડાઉનની ભીતિથી ટ્રેન્ડ બદલાયો: કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે ત્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં ફરી લોકડાઉની ભીતિ સેવાઇ રહી છે જેથી પુરવઠામાં શોર્ટેજ આવશે તેવી માન્યતાએ મેટલ્સમાં તેજીનો ટ્રેન્ડ રહ્યો છે.
  • ઘટાડે માગથી કોપર અને નિકલમાં તેજી: દરેક ઘટાડે નવી લેવાલી આવી રહી છે. માલ શોર્ટેજની સમસ્યા છે જેના કારણે નિકલ ફરી 1200ની સપાટી કુદાવી 1214 પહોંચી છે જ્યારે કોપર 550ની સપાટી ઉપર 558 ક્વોટ થઇ રહ્યું છે.
  • ડોલર ઇન્ડેક્સની મૂવમેન્ટ પર વધઘટ ઃ ડોલરની રેન્જ આગામી સમયમાં કેવી રહે છે તેના પર મેટલ્સ માર્કેટની તેજી-મંદીની રૂખ નિર્ભર બનશે. ડોલર નબળો પડી રહ્યો છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગતબંધભાવરેન્જસ્ટોપલોસ
એરંડા47684670-47504730
ચણા52905200-53505300
ગમ61306270-64306370
ગવાર40404070-42704170
ધાણા65646470-66306530
ક્રૂડ31342950-30703030
સોનું5026050500-5150051000
ચાંદી6226063000-6500064250

(નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો