તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Telecom Companies May Increase Tariff Plans From The New Year; Plans Will Be Up To 20 Percent More Expensive

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા ફોનના બિલ વધી શકે છે:નવા વર્ષથી ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનમાં વધારો કરે એવી શક્યતા; 20 ટકા સુધી મોંઘા થશે પ્લાન

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોડાફોન-આઇડિયા વર્ષની શરૂઆતમાં ટેરિફ 15-20 ટકા વધારે એવી શક્યતા
  • ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે ખોટની સ્થિતિને લીધે આ પગલું ભરવું મજબૂરી બની ગઈ છે

દેશની ત્રણ પ્રાઇવેટ ટેલીકોમ કંપનીઓ- વોડા-આઇડિયા, એરટેલ અને રિલાયન્સ જિયો ટૂંક સમયમાં તેમની સેવાઓ મોંઘી કરવાની તૈયારી કરી રહી છે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું કહેવું છે કે ટેરિફમાં વૃદ્ધિ આવનારા મહિનાઓમાં ગમે ત્યારે થઇ શકે છે. નિષ્ણાતોનું અનુમાન છે કે ત્રણેય કંપનીઓ ટેરિફમાં 20% વધારો કરી શકે છે.

મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસીસના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ) અલી અસગર શાકિરના જણાવ્યાનુસાર, પહેલાં વોડા-આઇડિયા અને ત્યારબાદ એરટેલ અને જિયો ટેરિફ વધારશે, કેમ કે એરટેલ અને જિયો પહેલાં ટેરિફ વધારીને પોતાના ગ્રાહકોને ગુમાવવા નથી ઇચ્છતી. ટેરિફમાં 20% વૃદ્ધિથી એરટેલની ગ્રાહકદીઠ રેવન્યૂ વધીને 178 રૂ., જિયોની 167 રૂ. અને વોડા-આઇડિયાની 140 રૂ. થઇ જશે.

રિલાયન્સ જિયો પર રહેશે નજર
ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે તેમને સતત થઈ રહેલી ખોટને લીધે દરોમાં વધારો કરવો એ તેમની મજબૂરી બની ગઈ છે. આ કંપનીઓની નજર રિલાયન્સ જિયો પર મંડાયેલી છે. મળતી માહિતી પ્રમાણે, અન્ય કંપનીઓ રિલાયન્સ જિયોને અનુસરી ટેરિફ દરમાં ફેરફાર કરી શકે છે.

ટેરિફમાં તબક્કાવાર રીતે વધારો થઈ શકે છે
ટેલિકોમ કંપનીઓ 25 ટકા સુધી ટેરિફ વધારવા મન બનાવી ચૂકી છે. જોકે એક વખતમાં આટલો મોટો વધારો કરવાથી ગ્રાહકોને ગુમાવવા પડે તેવો ડર તેમને છતાવી રહ્યો છે, જેથી આ કંપનીઓ તબક્કાવાર રીતે તેમની યોજનામાં આગળ વધી શકે છે.

વર્ષ 2019માં ટેરિફ દરોમાં વધારો કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં ટેલિકોમ માર્કેટમાં જિયોના આગમનને લીધે આ સેક્ટરમાં પ્રાઈઝ વોર શરૂ થઈ ગયું હતું, ત્યાર બાદ વર્ષ 2019માં પ્રથમ વખત કંપનીઓએ ટેરિફમાં વધારો કર્યો હતો. ટેલિકોમ કંપનીઓએ ડિસેમ્બર 2019માં ટેરિફ દરોમાં વધારો કર્યો હતો.

સપ્ટેમ્બર, 2020ના અંતિમ ત્રિમાસિક ગાળા પ્રમાણે, ગ્રાહકદીઠ સૌથી વધારે કમાણી ભારતી એરટેલ કરી રહી છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંતમાં VIની સરેરાશ આવક પ્રતિ ગ્રાહક (ARPU) રૂપિયા 119 છે. ભારતી એરટેલ (રૂપિયા 162) અને જિયો (રૂપિયા 145) લગભગ એકસરખી સ્થિતિ નજીક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો