ડિજિટલ પરિવર્તન:ટેક આધારિત પ્લેટફોર્મ ઈક્વિટી બ્રોકિંગનું ભવિષ્ય બની શકે

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામારીમાં ડિજિટાઇઝેશનમાં ઝડપી વૃદ્ધિ

ભારતીય બ્રોકિંગ ઉદ્યોગના ડિજિટલ પરિવર્તનને કોરોના મહામારી દરમિયાન ઝડપી વેગ મળ્યો છે. લોકડાઉનના કારણે ડિજિટાઇઝેશન સેગમેન્ટમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. ડિજિટાઈઝેશનને લીધે વધુ ને વધુ લોકો ઓનલાઈન સેગમેન્ટને પ્રાધાન્ય આપવા લાગ્યા છે એટલું જ નહિં. ડિજિટાઇઝેશન દ્વારા અનેક રોકાણકારો અગ્રણી બ્રોકરેજ હાઉસના સહારે ટ્રેડિંગ તરફ ડાઇવર્ટ થઇ રહ્યાં છે.

તેને કારણે ઉપસ્થિત રોકાણકારોને અનેક લાભ મળી રહ્યા છે. ટિયર 2 અને ટિયર 3 શહેરોમાંથી ટ્રેડિંગમાં વધુ લોકો જોડાઇ રહ્યાં છે. ઊભરતી ટેકનોલોજીએ રોકાણકારો માટે ટ્રેડિંગને ઝંઝટમુક્ત બનાવી દીધું છે અને તેને કારણે ટ્રેડિંગ વોલ્યુમ, ખર્ચ અસરકારકતા અને ઉત્તમ ગ્રાહક સેવામાં વધારો થયો છે.

કોરોનાના કારણે નાણાકીય ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવા છતાં ઈક્વિટી બજારો મહામારીની અશક્ય લાભાર્થી તરીકે ઊભરી આવી છે. ડિજિટલ વૃદ્ધિથી ઉદ્યોગને ઘણી બઘી રીતે લાભ થયો છે અને ટેક પ્રેરિત નિવારણો પરિવર્તન માટે ઝડપથી પાયો બની રહ્યા છે તેવો મત બીપી વેલ્થના મેનેજિંગ ડાયરેક્ટર યુવરાજ ઠક્કરએ વ્યક્ત કર્યો હતો.

વિશ્વના ઉભરતા અર્થતંત્રોમાં ભારતીય અર્થતંત્ર ઝડપી આગળ વધી રહ્યું છે ત્યારે ઈક્વિટી બ્રોકિંગમાં ટેકનોલોજી દ્વારા રોકાણકારોને સારો ફાયદો મળશે. આર્થિક કટોકટીમાં પણ ઇક્વિટી સેગમેન્ટમાં રોકાણકર્તાઓએ કમાણીનો માર્ગ મોકળો બનાવ્યો છે. કેટલાક સમયથી રોકાણકારો ડિજિટલાઇઝેશનના માધ્યમથી મોટા પાયે રોકાણ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...