માર્કેટકેપની દૃષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરતાં ભૂતકાળમાં સતત આગળ રહેલી ટીસીએસ ફરી એકવાર નંબર વન બનવા જઇ રહી છે. રૂ. 13 લાખ કરોડનું માર્કેટકેપ નોંધાવનારી રિલાયન્સ પછી ટીસીએસ બીજી કંપની બની છે. મંગળવારે 13.14 લાખ કરોડની માર્કેટકેપ સાથે તે રિલાયન્સથી હવે માત્ર 58 હજાર કરોડ દૂર છે.
તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝનો શેર આજે 3560.25ની નવી ટોચ નોંધાવ્યા બાદ અંતે 2.32 ટકા વધી 3552.40 પર બંધ રહ્યો હતો. છેલ્લા સળંગ 10 ટ્રેડિંગ સેશનમાં 12 ટકા (રૂ. 379)નો ઉછાળો જોવા મળ્યો છે. હાલ રિલાયન્સ રૂ. 13.72 લાખ કરોડના માર્કેટકેપ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. આઈટી સેગમેન્ટના પોઝિટીવ ત્રિમાસિક પરિણામો તેમજ નવા ઓર્ડર બુકમાં વધારો થવાના અહેવાલો પાછળ આજે બીએસઈ આઈટી ઈન્ડેક્સ 2.33 ટકા ઉછાળા સાથે 33740 પોઇન્ટ અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 1.92 ટકા વધી 14706.57 પોઈન્ટની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા હતા.
એચએફસીની ટોપ-10 સપ્લાય ચેઈન સર્વિસિઝની યાદીમાં ટીસીએસ ટોચની ચાર સર્વિસ પ્રોવાઈડર્સમાં સામેલ થઈ છે. રિપોર્ટમાં આઈટી ઈનોવેશન, અમલીકરણ, અને વોઈસ ઓફ ધ કસ્ટમર સેગમેન્ટમાં સેવાઓ આપતી 11 ટોચની કંપનીઓનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું.
રિપોર્ટ અનુસાર, ટીસીએસ ડિલિવરી એક્સલન્સ અને સેવાઓ પ્રદાન કરવામાં નંબર વન પર હતી. તદુપરાંત સ્ટ્રેટજી, વિઝન, નિપુણતા, અનુભવ, અને સ્કેલના માપદંડોમાં ટોપ-2 કંપનીમાં સામેલ છે. સપ્લાય નેટવર્ક્સ મજબૂત બન્યા છે.
દેશની ટોચની આઈટી કંપની ટીસીએસ
ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી સેગમેન્ટમાં ટીસીએસ દેશની નંબર વન આઈટી કંપની છે. જે BFSI, કોમ્યુનિકેશન્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલ એન્ડ હાઈ- ટેક્ વર્ટિકલ્સમાં સેવાઓ પ્રદાન કરે છે. ઈનોવેશન્સ, એઆઈ ટેક્નોલોજી આધારિત ડિજિટલ ટેક્નોલોજીસમાં 15-20 ટકાના દરે ગ્રોથ કરી રહી છે. ટીસીએસના કન્સલ્ટિંગ એન્ડ સર્વિસિઝ ગ્લોબલ હેડ ડેવ જોર્ડને જણાવ્યુ હતુ કે, એઆઈ ટેક્નોલોજી આધારિત વલણ કંપનીના બિઝનેસને સ્થિર અને ટકાઉ ગ્રોથ હાંસિલ કરવામાં મદદરૂપ બનશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.