ચોખ્ખો નફો:TCSનો ત્રિમાસિક નફો 5% વધ્યો, શેરદીઠ રૂ.8 વચગાળાનું ડિવિડન્ડ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈટી કંપની એશિયા-પેસિફિકમાં આઈઓટી ક્ષેત્રે લીડર બની

આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ)એ 30 જૂનના રોજ પૂર્ણ થતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં રૂ. 9478 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 9008 કરોડ સામે 5 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જો કે, માર્ચ ત્રિમાસિકની 9926 કરોડની તુલનાએ 4.5 ટકા ઘટ્યો છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 8નું વચગાળાનું ડિવિડન્ડ આપવા જાહેરાત કરી છે.

આવકો 16 ટકા વધી રૂ. 52758 કરોડ (રૂ. 45411 કરોડ) થઈ છે. ટીસીએસના સીઈઓ અને એમડી રાજેશ ગોપીનાથને પરિણામો જાહેર કરતાં નિવેદન આપ્યુ હતુ કે, અમે અમારા તમામ સેગમેન્ટમાં સર્વાંગી વૃદ્ધિ અને મજબૂત ડીલ સાથે ટકાઉ ગ્રોથ હાંસિલ કરતાં નાણાકીય વર્ષની શરૂઆત કરી રહ્યા છીએ.

કર્મચારીઓની સંખ્યા 6 લાખથી વધુ પહોંચી
ટીસીએસે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં જ વધુ નવા 14136 કર્મચારીઓની ભરતી કરી હતી. આ સાથે 30 જૂન સુધી કંપનીમાં કુલ 606331 કર્મચારીઓ ઉપસ્થિત છે. કંપની એચઆર ઓફિસર મિલિંદ લક્કડે મુજબ, કર્મચારીઓના પગારમાં 5થી 8 ટકાનો વધારો થયો છે. જો કે, બીજી બાજુ છટણીનો દર 19.7 ટકા નોંધાયો હતો.

IOT કન્સલ્ટન્સીમાં ટીસીએસ નંબર વન
એશિયા-પેસિફક રીઝનમાં ભારતની ટોચની આઈટી કંપની ટીસીએસ આઈઓટી કન્સલ્ટન્સીમાં નંબર વન બની છે. ટીસીએસ મજબૂત વિઝન તેમજ શ્રેષ્ઠ ઈનોવેશન રોડમેપ સાથે મજબૂત ક્લાયન્ટ બેઝ, ઈનોવેશન અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશન માટે ટીસીએસ ટોપ પર્ફોર્મર છે.

અન્ય સમાચારો પણ છે...