તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • TCS, Infosys And Wipro Have A Bumper Profit Of Rs 17,446 Crore, With A Job Tsunami Expected In The Sector In The Next One Year.

કોરોનાની વચ્ચે IT સેક્ટરમાં ધૂમ:TCS, ઈન્ફોસિસ અને વિપ્રોને 17,446 કરોડ રૂપિયાનો બંપર નફો, આગામી એક વર્ષમાં આ સેક્ટરમાં નોકરીની સુનામી આવશે તેવી સંભાવના

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે દેશમાં નોકરીઓની સુનામી આવશે. દેશની ત્રણ સૌથી મોટી IT કંપનીના પહેલાં ક્વાર્ટર (એપ્રિલ-જૂન)ના કોર્પોરેટ પરિણામ જાહેર થયા છે. TCS, ઈન્ફોસિસ અને વિપ્રોને 17,446 કરોડ રૂપિયાનો નફો થયો છે. એવામાં આ કંપનીઓએ ચાલુ ફાયનાન્સિયલ યર માર્ચ 2021- એપ્રિલ 2022માં 1 લાખ 5 હજાર ફ્રેશર્સને જોબ આપવાનો વાયદો કર્યો છે.

વિપ્રોને 10 વર્ષમાં સૌથી વધુ પ્રોફિટ
ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી ટાટા કન્સલટન્સી સર્વિસિઝ (TCS)ને જૂન ત્રિમાસિકમાં 9 હજાર કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો. ગુરૂવારે વિપ્રોએ પણ ક્વાર્ટર 1ના પરિણામ જાહેર કર્યા. કંપiનીને 3,243 કરોડ રૂપિયાનો નફો થયો, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન જ 2,390 કરોડ રૂપિયા હતો.

આ રીતે ઈન્ફોસિસે પણ પહેલા ક્વાર્ટરમાં છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધુ પ્રોફિટ મેળવ્યો છે, જે 5,195 કરોડ રૂપિયા રહ્યો. ઈન્ફોસિસના CEO અને MD સલિલ પારેખે કહ્યું કે આ નફો છેલ્લાં એક દશકામાં પહેલા ત્રિમાસિકમાં થયેલો સૌથી તેજ ગ્રોથ છે.

વિપ્રોએ ક્વાર્ટર પરિણામો જાહેર કરતા કહ્યું કે જૂન ક્વાર્ટરમાં તેમની રેવેન્યૂ પણ 12%થી વધીને 18,252 કરોડ રૂપિયા રહી, જે વર્ષ પહેલાં 14,913 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત IT સર્વિસથી રેવેન્યૂ 18,048 કરોડ રૂપિયા રહી. કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં જૂન ક્વાર્ટરમાં 129 નવા કસ્ટમર જોડ્યા. કંપનીએ કહ્યું કે તેઓ જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 6 હજાર IT પ્રોફેશનલ્સને જોબ આપશે, જ્યારે 2021-22માં 30 હજાર ફ્રેશર્સને જોબ આપવાનું લક્ષ્ય છે.

વર્ક ફ્રોમ હોમ કલ્ચરથી IT કંપનીઓને મળી મોટી ડીલ
કોરોના મહામારીથી કોર્પોરેટ્સમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન એજ્યુકેશનથી IT કંપનીઓની બિઝનેસ ગ્રોથની રફતાર તેજ બની છે. કંપનીઓને મોટી ડીલ હાથ લાગી છે. એક્સચેન્જનને આપવામાં આવેલી જાણકારી મુજબ ઈન્ફોસિસને જૂન ક્વાર્ટરમાં 19,381 કરોડ રૂપિયા અને TCSે 60,381 કરોડ રૂપિયાની ડીલ મળી છે. આ ઉપરાંત વિપ્રોને પણ 5,325 કરોડ રૂપિયાની 8 નવી ડીલ મળી છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ સુયોગ કુલકર્ણી મુજબ આવનારા દિવસોમાં IT સેક્ટર માટે ક્લાઉડ, ડેટા એનાલિટિક્સ, કસ્ટમર એક્સપીરિયન્સ એન્ડ સાયબરની ડ્રાઈવર હશે. આ ઉપરાંત યુરોપમાં આઉટસોર્સિંગની વધતી ભાગીદારી અને કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ R&Dનો વિસ્તાર પણ ઘણો જ મહત્વનો હશે.

TCS અને ઈન્ફોસિસના શેર ખરીદવાની સલાહ
તેઓએ 2 વર્ષના સમયગાળા માટે સેક્ટરની સૌથી મોટી કંપનીઓના શેર ખરીદવાની સલાહ પણ આપી છે. TCSના શેર પર 4,180 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો છે, જે ગુરૂવારે માર્કેટ બંધ થયું ત્યારે 3,201.50 રૂપિયા હતો. આ રીતે ઈન્ફોસિસના શેર પર પણ 1,920 રૂપિયાનો લક્ષ્ય આપ્યો છે.