તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • TCL Electronics Launches India's First Vitamin C Powered AI Ultra Inverter Air Conditioner

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેલ્ધી એર:TCL ઈલેકટ્રોનિક્સે ભારતનું પહેલું વિટામીન સી પાવર્ડ AI અલ્ટ્રા ઈન્વર્ટર એર કન્ડિશનર લોન્ચ કર્યું

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
TCLએરકન્ડીશન બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેની (વચ્ચે) અને ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટર સેફરોન ટ્રેડલિંકના બિમલ અમિન (કાળા સૂટમાં) - Divya Bhaskar
TCLએરકન્ડીશન બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેની (વચ્ચે) અને ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટર સેફરોન ટ્રેડલિંકના બિમલ અમિન (કાળા સૂટમાં)
 • ટીવીની અગ્રણી બ્રાન્ડ TCLની હવે એસી અને વોશિંગ મશિન માર્કેટ પર નજર
 • આ વર્ષે જુલાઇમાં આંધ્ર પ્રદેશના તિરૂપતિમાં ટીવી પેનલનું ઉત્પાદન શરૂ કરશે

વૈશ્વિક ટોપ-2 ટીવી બ્રાન્ડ TCL ઈલેકટ્રોનિક્સે વિટામીન સી પાવર્ડ AI અલ્ટ્રા ઈન્વર્ટર એર કન્ડિશનર લોન્ચ કર્યું હતું. કંપનીએ દાવો કર્યો છે કે આ ભારતનું પહેલું એવું એર કન્ડિશનર છે જેમાં વિટામીન સી સાથેની હવા ફેકી શકે છે. કંપનીના એરકન્ડીશન બિઝનેસનાં હેડ વિજય મિકીલીનેનીએ જણાવ્યું હતું કે, અમારા સેફટી પ્રોટોકોલને અપડેટ કરવા જરૂરી છે, જેથી પોસ્ટ કોવીડ વિશ્વમાં સલામત જીવન અનુભવ મળી શકે. અમારા સ્માર્ટ એરકન્ડીશનર્સમાં લેટેસ્ટ અપડેટ તે આ જ દિશાનું પગલું છે. વિટામીન સી ફિલ્ટર્સ સાથે અમારા એસી ગ્રાહકોને અન્ય સુરક્ષાનું આવરણ પુરૂ પાડશે.

એસી અને વોશિંગ મશીન માર્કેટ પર નજર
વિજય મિકીલીનેનીએ જણાવ્યું કે, ભારતીય ટીવી માર્કેટમાં અત્યારે અમે ચોથા ક્રમે છીએ અને આ વર્ષથી અમારી નજર એર કન્ડિશનર અને વોશિંગ મશિન માર્કેટ પર છે. આગામી બે વર્ષમાં આ બંને સેગમેન્ટમાં 10% માર્કેટ શેર મેળવવાનું અમારું લક્ષ્યાંક છે. કોવિડ બાદ લોકો હેલ્થ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે અને તેના માટે જ અમે આ વર્ષે સૌ પહેલા વિટામિન સી સાથેનું એસી લોન્ચ કર્યું છે.

કંપની માટે ગુજરાત મહત્વનું માર્કેટ
TCLના ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટર સેફરોન ટ્રેડલિંકના બિમલ અમિને જણાવ્યું કે, ટીવીના વેચાણમાં કંપની માટે ગુજરાત સૌથી મોટું માર્કેટ છે. કંપનીના કુલ વેચાણમાં ગુજરાતની હિસ્સેદારી આશરે 13% જેવી છે. કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા વિટામિન સી સાથેના એર કન્ડિશનર તરફ લોકોનું આકર્ષણ રહેશે અને અમને આશા છે કે તેનાથી નવા લોન્ચ થયેલા સ્માર્ટ એસીનું વેચાણ વધશે.

તિરૂપતિમાં વાર્ષિક 80 લાખ પેનલ બનાવશે
વિજય મિકીલીનેનીએ જણાવ્યું કે,TCLએ પ્રોડક્શન માટે આંધ્ર પ્રદેશના તિરુપતિમાં રૂ. 2400 કરોડનું રોકાણ કર્યું છે. આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8 મિલિયન 22-22 ઈચ ટીવી સ્ક્રીન્સ અને 30 મિલિયન 3.5-8 ઈંચ મોબાઈલ સ્ક્રીન્સ છે. મેઈડ ઈન ઈન્ડિયા ફિલ સૂફી માટે બ્રાન્ડનું આ એક મહત્વનું કદમ છે. કંપની આ વર્ષે જુલાઇ સુધીમાં અહીથી વાર્ષિક 80 લાખ ટીવી પેનલનું ઉત્પાદન પણ શરૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો