જીએસટી લાગૂ થયા ચાર વર્ષ પૂર્ણ થયા. તે દરમિયાન તેણે અનેક નવી ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. તો બીજી બાજુ અનેક આશાઓ પર પાણી ફરી વળ્યુ છે. જીએસટી નિષ્ણાત સીએ સુધીર હાલાખંડીએ જણાવ્યુ હતુ કે, જીએસટીનો હેતુ ટેક્સ બેઝ અને આવકો વધારવા સાથે ઈનડાયરેક્ટ ટેક્સનુ સરળીકરણ કરવાનો હતો.
છેલ્લા ચાર વર્ષમાં ટેક્સ બેઝ વધ્યો છે. કોવિડ પ્રભાવિત માસ દરમિયાન પણ એક લાખ કરોડથી વધુની ટેક્સ આવક થઈ છે. આ બે લક્ષ્યો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. પરંતુ ટેક્સ પ્રણાલીના સરળીકરણમાં નિષ્ફળ રહ્યુ છે. જીએસટી અગાઉ દેશમાં આશરે 66 લાખ ઉદ્યમી ઈનડાયરેક્ટ ટેક્સ માટે રજિસ્ટર્ડ હતા.
જ્યારે જીએસટીમાં 1.28 કરોડ રજિસ્ટર્ડ કરદાતાઓ છે. અર્થાત ટેક્સ બેઝ બમણો થયો છે. કેયર રેટિંગના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યુ હતુ કે, જીએસટી એક મોટો નિર્ણય હતો. આ પ્રણાલીને ચાર વર્ષ થયા છે. જે હવે સ્થિર બન્યો છે. તેમાં ટેક્સ સ્લેબની સંખ્યા ઘટાડવાની જરૂર છે. વિશ્વમાં જ્યાં પણ જીએસટી છે, ત્યાં એક જ સ્લેબ છે.
7 માસથી સતત ટેક્સ કલેક્શન સતત 1 લાખ કરોડથી વધુ
અપેક્ષાઓ… જે પૂર્ણ થઈ
3 વર્ષ સુધી ભૂલો પર પેનલ્ટીની જોગવાઈ નહિં
સરકારે કરદાતાઓનો વિશ્વાસ પ્રાપ્ત કરવો પડશે. જો નવા રજિસ્ટ્રેશન કરાવનારા વેપારીઓને 3 વર્ષ સુધી ભૂલો માટે કે પાલનમાં ચૂક વિરૂદ્ધ પેનલ્ટી ન લાદવામાં આવે તો નાના કરદાતાઓ રજિસ્ટ્રેશન માટે આગળ આવશે. જેનાથી ટેક્સ બેઝ વધશે અને સરકારી આવકો વધશે. > બિમલ જૈન, જીએસટી નિષ્ણાત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.