• Home
  • Business
  • Tata Motors suspended production at Sanand plant in Gujarat due to lockdown

લોકડાઉનના પગલે ટાટા મોટર્સે ગુજરાતના સાણંદ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન અટકાવ્યું

Tata Motors suspended production at Sanand plant in Gujarat due to lockdown
X
Tata Motors suspended production at Sanand plant in Gujarat due to lockdown

  • ગુજરાત પ્લાન્ટમાં 4500થી વધુ કામદારો કામ કરે છે
  • UKના પ્લાન્ટમાં પણ ઉત્પાદન બંધ કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 07:13 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: કોરોના વાયરસને ફેલતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ ડીસ્ટન્સિંગ અને જ્યાં વધુ લોકો ભેગા થતા હોય તેવી તમામ જગ્યાઓને બંધ રાખવા માટે સરકારે અપીલ પણ કરી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોતાના કર્મચારીઓની સલામતી માટે ટાટા મોટર્સે પોતાના ગુજરાત ખાતેના સાણંદ પ્લાન્ટમાં કારનું ઉત્પાદન હાલ પુરતું અટકાવી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત સરકારે બે દિવસ પૂર્વે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી ત્યારે કંપનીએ ઉત્પાદન 31 માર્ચ સુધી સસ્પેન્ડ કરવા નિર્ણય કર્યો હતો. જોકે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરતા આ પ્લાન્ટમાં ઉત્પાદન વધુ સમય માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

ગુજરાતમાં રોજનું અંદાજે 400 કારનું ઉત્પાદન થાય છે
ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં રોજની 400થી વધુ કારનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં શરૂઆતના તબક્કે રતન ટાટાના ડ્રીમ પ્રોજેક્ટ નેનો કારનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જયારે હાલમાં અહી ટિઆગો અને ટિગોર મોડેલનું ઉત્પાદન થાય છે.

વર્કર્સની સલામતી માટે નિર્ણય લેવામાં આવ્યો
કંપનીના સાણંદ પ્લાન્ટમાં 4500 જેટલા કાયમી અને કોન્ટ્રેક્ટયુઅલ બ્લુ કોલર અને 500 જેવા વાઈટ કોલાર કર્મચારીઓ કામ કરે છે. કોરોનાના કારણે ઉભી થયેલી સ્થિતિને જોતા આ કર્મચારીઓનું સ્વાસ્થ્ય ન જોખમાય અને કોરોના વાયરસની ચેઈન બ્રેક કરવા માટે પ્લાન્ટમાં ઉત્પાદન હાલ પુરતું બંધ કરવામાં આવ્યું છે.

UKમાં જેગુઆર લેન્ડરોવરનું ઉત્પાદન બંધ થયું
કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આપેલી માહિતી મુજબ કોરોના વાયરસની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કંપનીએ UKમાં જેગુઆર લેન્ડરોવરનું ઉત્પાદન આગામી 20 એપ્રિલ સુધી અટકાવ્યું છે. આ દરમિયાન સમયાંતરે પરિસ્થિતને આધારે ઉત્પાદન ફરી શરુ કરવા માટે નિર્ણય લેવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી