તાતા મોટર્સની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ગતવર્ષે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 7585.34 કરોડ સામે ઘટી આ વર્ષે માર્ચ ત્રિમાસિકમાં રૂ. 992.05 કરોડ નોંધાઈ છે. જો કે, કુલ આવકો ઘટી રૂ. 78439.06 કરોડ (રૂ. 88627.90 કરોડ) રહી છે.
એલએન્ડટીનો નફો 10 ટકા વધ્યો:લાર્સન એન્ડ ટર્બો (એલએન્ટી)નો માર્ચ ત્રિમાસિક ચોખ્ખો નફો 9.9 ટકા વધી રૂ. 3620.69 કરોડ થયો છે. જે ગતવર્ષે રૂ. 3292.81 કરોડ હતો. કોન્સોલિડેટેડ આવકો વધી રૂ. 53366.26 કરોડ (રૂ. 49116.16 કરોડ) થઈ છે. કંપની બોર્ડે શેરદીઠ રૂ. 22 પેટે અંતિમ ડિવિડન્ડ જારી કર્યુ છે.
એપોલો ટાયર્સે રૂ. 3.25 ડિવિડન્ડ આપ્યુ: એપોલો ટાયર્સનો ચોખ્ખો નફો અઢી ગણો વધી રૂ. 113.45 કરોડ (રૂ. 287.26 કરોડ) થયો છે. કુલ આવકો પણ વધી રૂ. 5615.49 કરોડ (રૂ. 5087.57 કરોડ) નોંધાવા સાથે કંપની બોર્ડે શેરદીઠ રૂ. 3.25 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યુ છે. આરબીએલનો નફો બમણો થયો: આરબીએલ બેન્કનો ત્રિમાસિક ચોખ્ખો નફો બમણો રૂ. 164.77 કરોડ થયો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 25 ટકા વધી 1131 કરોડ થી છે. ગ્રોસ એનપીએ ઘટી 4.40 ટકા થઈ છે.
એવ્રો ઈન્ડિયાના ચોખ્ખા નફામાં 73 ટકા વૃદ્ધિ: પ્લાસ્ટિક મોલ્ડેડ ફર્નિચર ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાંની એક એવ્રો ઈન્ડિયા લિમિટેડએ નાણાકિય વર્ષમાં ચોખ્ખા નફામાં 73 ટકાની વૃદ્ધી સાથે 2.99 કરોડ રહ્યો છે. જ્યારે કુલ આવકો 22 ટકા વધી 65.20 કરોડની સપાટીએ પહોંચી છે. માર્ચ ત્રિમાસિક ગાળામાં નફો 1442 ટકા અને આવકો 31 ટકા વધી છે.
સાર્થક મેટલ્સની આવકો 129 ટકા વધી
સાર્થક મેટલ્સ લિમિટેડે પૂરા થયેલા વર્ષ માટે 129%ની મજબૂત વૃદ્ધિ સાથે, 147.2 કરોડની તેની અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક નોંધાવી EBITDA માર્જિન 7.5% થી વધીને 8.7% થઈ ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.