નિર્ણય / ટાટા ગ્રુપ તેનો બ્રાન્ડેડ ફૂડ બિઝનેસ ટાટા કેમિકલ્સમાંથી ટાટા ગ્લોબલ બ્રેવરેજને ટ્રાન્સફર કરશે

Divyabhaskar.com

May 15, 2019, 06:35 PM IST
Tata Group will transfer its branded food business to Tata Global Brewerage

  • ટાટા કેમિકલ્સના પ્રતિ શેરના બદલે શેરહોલ્ડર્સને ટાટા ગ્લોબલના 1.14 શેર મળશે
  • ટાટા ગ્લોબલ બ્રેવરેજનું નામ બદલીને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ કરવામાં આવશે

મુંબઈઃ ટાટા સમુહ તેમના બ્રાન્ડેડ ફૂડ બિઝનેસ ટાટા કેમિકલ્સ(ટીસીએલ)માંથી ટાટા ગ્લોબલ બ્રેવરેજ(ટીજીબીએલ)ને ટ્રાન્સફર કરશે. બંને કંપનીઓના બોર્ડે બુધવારે આ નિર્ણય લીધો છે. ટાટા ફૂડ બિઝનેસમાં મીઠું, દાળ મસાલા અને સ્નેક્સ સામેલ છે. ટીજીબીએલનું નામ ટાટા કન્ઝ્યુર પ્રોડકટ્સ લિમિટેડ કરવામાં આવશે.

આ નિર્ણય પર ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને કહ્યું કે ટાટા કન્ઝ્યુમર પ્રોડકટ્સ દ્વારા ઝડપથી કન્ઝ્યુમર સેકટરના ફૂડ એન્ડ બેવરેજ સેગમેન્ટમાં અમારી પકડ વધુ મજબૂત થશે.

ટ્રાન્ઝેક્શન બાદ નવી કંપની સંપૂર્ણ રીતે કન્ઝ્યુમર પ્રોડક્ટસ પર ફોકસ કરશે. તેનું ટર્નઓવર 9,009 કરોડ રૂપિયા થશે. ટીસીએસના શેરધારકોને એક શેરના બદલામાં 1.14 નવા શેર મળશે. એટલે કે 100 શેરના બદલામાં 114 શેર મળશે. ટ્રાન્ઝેક્શન પુર કરવા માટે શેરહોલ્ડર્સ અને રેગ્યુલેટર્સની મંજૂરી લેવી પડશે.

આ ડીલ બાદ ટીસીએસ કેમિકલ તેના પ્રમુખ કારોબાર પર ફોકસ કરશે. ટીસીએલ સોડા એશનું ઉત્પાદન કરનારી ત્રીજી મોટી કંપની છે. બીજી તરફ ટીજીબીએલ ટેટલી અને ટાટા બ્રાન્ડની ચા વેચે છે. એટ ઓ ક્લાક બ્રાન્ડની કોફી અને બોટલ વોટર પણ તેના પોર્ટફોલિયોમાં સામેલ છે.

X
Tata Group will transfer its branded food business to Tata Global Brewerage
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી