કોર્પોરેટ:તાતા જૂથ TCSમાં હિસ્સો ઘટાડે તેવી શક્યતા: IIAS

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાપુરજી પાલોનજી (એસપી) જૂથની એક્ઝિટ સાથે તાતા જૂથ ટીસીએસમાં પણ ઈક્વિટી હોલ્ડિંગમાં ઘટાડો કરશે. તેમજ તાતા સન્સમાં આઉટસાઈડ ઈન્વેસ્ટરને લે-વેચ માટે મંજૂરી તથા દેવા વિરૂદ્ધ લિસ્ટેડ કંપનીઓના શેર ગિરો મૂકશે.

કોર્પોરેટ ગવર્નન્સ કંપની આઈઆઈએએસે જણાવ્યુ હતુ કે, શાપુરજી પાલોજી જૂથની એક્ઝિટ સાથે તાતા જૂથ ટીસીએસમાં હિસ્સો ઘટાડશે. તેમજ દેવાની ભરપાઈ માટે તેની લિસ્ટેડ કંપનીઓમાં પ્લેજ ઈક્વિટી અને બહારના ઈન્વેસ્ટરને આમંત્રણ આપશે. આ પ્રકારનો કોઈપણ વિકલ્પ તાતા સન્સની નાણાકીય અનુકૂળતામાં ઘટાડો કરે તેવી શક્યતા છે. તેમજ જૂથના પર્ફોર્મન્સ પર પણ અસર થઇ શકે છે.

એસપી જૂથની એક્ઝિટ બાદ તાતા જૂથની ભૂતકાળની છબી ભૂંસાઈ જશે. તાતા સન્સે એસપી જૂથનો 18.37 ટકા હિસ્સો ખરીદવાની જરૂર છે. જેની અંદાજિત કિંમત રૂ. 2000 કરોડ છે. છેલ્લા થોડા વર્ષથી બંને જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવતાં શાપુરજી પાલોનજીએ તાતા સન્સમાંથી અલગ થવા નિર્ણય લીધો હતો. એસપી જૂથ દેવાની ચૂકવણી માટે તાતા જૂથના શેર્સ વેચી ફંડ એકત્ર કરવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...