એર ઈન્ડિયા સાથે મર્જ થઈ શકે છે વિસ્તારા બ્રાન્ડ:ટાટા ગ્રુપે ચાર એરલાઇન્સને એકસાથે મર્જ કરવાના સંકેત આપ્યા

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાટા ગ્રુપ એની ચાર એરલાઇન બ્રાન્ડને એર ઈન્ડિયા હેઠળ મર્જ કરવા અને વિસ્તારા બ્રાન્ડને સમાપ્ત કરવા પર વિચાર કરી રહ્યું છે. ગ્રુપ આ એવિએશન એમ્પાયરને ફરી પુનર્જીવિત કરવા માટે પ્રયાસો હાથ ધરી રહ્યું છે. આ માહિતી નજીકનાં સૂત્રો દ્વારા જાણવા મળી છે.

વિસ્તારા એરલાઈન્સ એ ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સ (SIA) વચ્ચેનું જોઈન્ટ વેન્ચર છે. કંપની જોઈન્ટ યુનિટમાં હિસ્સાના કદનું મૂલ્યાંકન કરી રહી છે. સિંગાપોર એરલાઈન્સે એક નિવેદનમાં કહ્યું હતું કે SIA અને ટાટા ગ્રુપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. SIA અને ટાટા હાલની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનું વિચારી રહ્યાં છે. આ માટે વિસ્તારા અને એર ઈન્ડિયાનું એકીકરણ પણ થઈ શકે છે.

ટાટા જૂથ એવિએશન કંપનીને પુનર્જીવિત કરવા માગે છે
એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ આ કંપનીને પુનર્જીવિત કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સમયમાં ફુલ સર્વિસ કેરિયર 300થી વધુ નેરો-બોડી જેટ માટે ઓર્ડર આપવાનું વિચારી રહી છે. આ વ્યવહાર કોમર્શિયલ એવિએશન ઇતિહાસમાં અત્યારસુધીનો સૌથી મોટો ઓર્ડર હશે. બોઇંગ અને એરબસ પહેલેથી જ આ ઓર્ડરનો મોટો હિસ્સો લેવાના પ્રયાસમાં છે.

ફંડિંગ રાઉન્ડમાં 8,170 કરોડ રૂપિયા
એર ઇન્ડિયા ફંડિંગ રાઉન્ડના ઓછામાં ઓછા 100 કરોડ ડોલર (લગભગ 8,170 કરોડ રૂપિયા) એકત્ર કરવાની વાતચીત કરી રહી છે. આ ફંડિંગ રાઉન્ડમાં એરલાઈનનું મૂલ્ય 500 કરોડ ડોલર (લગભગ 40,850 કરોડ રૂપિયા) આંકવામાં આવી શકે છે. એરલાઈન ડિસેમ્બરથી 25 એરબસ એસઈ અને લીઝ કંપનીઓથી પાંચ બોંઇગ વિમાન જોડવાની યોજના ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...