દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક તાતા ગ્રુપે એક વિશેષ દરજ્જો હાંસલ કર્યો છે. વિશ્વની સૌથી ઇનોવેટિવ 50 કંપનીઓની યાદીમાં તાતા ગ્રૂપને 20મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં અન્ય કોઈ ભારતીય કંપનીને સ્થાન મળ્યું નથી. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા ઇનોવેટિવ કંપનીઓ 2023ની યાદી બહાર પાડવામાં આવી હતી.
આ યાદીમાં કંપનીઓને તેમની કામગીરી, કટોકટી સહન કરવાની તેમની ક્ષમતા અને નવીનતા જેવા માપદંડોના આધારે સ્થાન આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપે 2045 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. યુએસ કંપની એપલ પહેલા સ્થાન પર છે, જ્યારે ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને બીજું સ્થાન મળ્યું છે. ટેસ્લાની સ્થિતિમાં ગત વખતની સરખામણીએ ત્રણ સ્થાનનો સુધારો થયો છે. અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન ઈનોવેટિવ રેન્કિંગમાં ત્રીજા નંબરે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને ચોથો નંબર મળ્યો છે.
જેકમાની અલીબાબા પાછળ રહી, નેસ્લે આગળ આવી
નેસ્લેની સ્થિતિમાં 22 સ્થાનનો સુધારો થયો છે અને તે 27માં સ્થાને છે. બીજી તરફ આવકની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની વોલમાર્ટ 32 સ્થાન નીચે આવીને 44મા ક્રમે પહોંચી છે. એ જ રીતે ચીનની જેક માની કંપની અલીબાબાની સ્થિતિમાં પણ 22 સ્થાનનો ઘટાડો થયો છે. સાઉદી અરેબિયાની દિગ્ગજ કંપની સાઉદી અરામ્કો આ યાદીમાં 41મા નંબરે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.