દેશની ટેલિકોમ કંપનીઓ આ વર્ષે મોબાઇલ ટેરિફમાં વધારો કરે તેવી શક્યતા આંશિક છે પરંતુ મોટા ભાગની કંપનીઓએ દેશભરમાં 5જી સેવાના લોન્ચિંગ તેમજ સેવા માટે મોટા પાયે રોકાણ કર્યું છે. કંપનીઓ આવક વધારવાના આશયથી પોતાના બેઝ પ્લાનને બંધ કરીને તેના પ્રમુખ સબસ્ક્રાઇબર્સ પર ફોકસ કરી શકે છે. 5જી લોન્ચિંગ બાદ કંપનીઓ આ વર્ષે ટેરિફમાં વધારો કરે તેવી અટકળો હતી.
ગ્લોબલ રિસર્ચ એજન્સી જે.પી મોર્ગનના ‘ઇન્ડિયા ટેલિકોમ 2023’ આઉટલુક રિપોર્ટ અનુસાર દેશની ત્રણ ખાનગી કંપનીઓમાંથી રિલાયન્સ જીયો તેમજ ભારતી એરટેલનું ફોકસ માર્કેટ શેરને હોલ્ડ કરવા તેમજ વિસ્તરણ પર રહેશે. એટલે જ કંપની અત્યારે 4જીની કિંમતે અનેક સ્માર્ટફોન યૂઝર્સને 5જી સેવા પ્રદાન કરી રહી છે જેના માટે કોઇ એકસ્ટ્રા ચાર્જની વસૂલાત કરાતી નથી.
બેઝિક અને સસ્તા પ્લાન બંધ થશે
જેપી મોર્ગનના મતે 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે રોકાણ બાદ કંપનીઓ દ્વારા વધુ રેવેન્યૂ જનરેટ કરવામાં આવે તે આવશ્યક છે. જેના માટે ત્રણ વિકલ્પ છે.
1.યૂઝર્સ માટે પ્લાનના ટેરિફમાં વધારો
2.બેઝ પ્લાન દૂર કરીને અન્ય રીતે ટેરિફમાં વધારો કરવો
3. સ્માર્ટફોન યૂઝર્સ માટે જીબી પર ખર્ચ ઘટાડીને ડેટા વપરાશમાં વધારીને કમાણીમાં વૃદ્ધિનું લક્ષ્યાંક નિર્ધારિત કરવું
રિપોર્ટ અનુસાર, કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારાથી ગ્રાહકોની સંખ્યા ઘટે તેવી આશંકા છે. ગત વર્ષે જ કંપનીઓ ટેરિફમાં 20% સુધીનો વધારો કરી ચૂકી છે. ટેરિફમાં હજુ વધારો કરાય તો સ્માર્ટફોન યૂઝર્સના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડે તેવી શક્યતા છે. તદુપરાંત દરેક જીબી માટે ડેટા ખર્ચ ઘટાડીને આવક વધારવી પણ વ્યાવહારિક નથી. જેને કારણે કંપનીઓ વિકલ્પ તરીકે બેસિક અને સસ્તા પ્લાન બંધ કરે તેવી શક્યતા છે. જિયો 5G સબ્સક્રાઇબર્સને આકર્ષિત કરવા માટે અનલિમિટેડ અને અન્ય કેટલાક પ્લાન લોન્ચ કરી શકે છે.
રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો પ્રમુખ ગ્રાહકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ બંને કંપનીઓ ખાસ કરીને વોડાફોન આઇડિયાના ગ્રાહકોને આકર્ષિત કરવા માટેનું લક્ષ્ય ધરાવે છે. રિલાયન્સ જિયો પણ વિશેષ રીતે નાના તેમજ ઓછો વપરાશ ધરાવતા ગ્રાહકવર્ગને બદલે ઉચ્ચ ગ્રાહકવર્ગ પર વધુ રહેશે. દેશમાં સંપૂર્ણ પણે 5-જી ટેક્નોલોજીનો અમલ થતા બે વર્ષથી વધુનો સમયગાળો લાગી જશે તેવો અંદાજ છે.
કંપનીઓની ગ્રાહકદીઠ આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ
કંપનીઓ દ્વારા ટેરિફમાં વધારાથી ગ્રાહકોની સંખ્યા ઘટે તેવી આશંકા છે. ગત વર્ષે જ કંપનીઓ ટેરિફમાં 20% સુધીનો વધારો કરી ચૂકી છે. ટેરિફમાં હજુ વધારો કરાય તો સ્માર્ટફોન યૂઝર્સના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર પડે તેવી શક્યતા છે. તદુપરાંત દરેક જીબી માટે ડેટા ખર્ચ ઘટાડીને આવક વધારવી પણ વ્યાવહારિક નથી. જેને કારણે કંપનીઓ વિકલ્પ તરીકે બેસિક અને સસ્તા પ્લાન બંધ કરે તેવી શક્યતા છે. જિયો 5G સબ્સક્રાઇબર્સને આકર્ષિત કરવા માટે અનલિમિટેડ અને અન્ય કેટલાક પ્લાન લોન્ચ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.