ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનું બાળપણ ચેન્નાઈના જે ઘરમાં વિતાવ્યું હતું તે ધર હવે વેચાઈ ગયું છે. પિચાઈના માતા-પિતાએ જૂનું મકાન તોડી નાખ્યું છે અને જમીન તમિલ અભિનેતા અને નિર્માતા સી મણિકંદનને વેચી દીધી છે. તમિલનાડુના મદુરાઈમાં લક્ષ્મી અને રઘુનાથ પિચાઈના ઘરે જન્મેલા સુંદર પિચાઈએ તેમનું આખું બાળપણ ચેન્નાઈમાં વિતાવ્યું હતું. પિચાઈએ IIT-ખડગપુરમાં પ્રવેશ લેતા પહેલા અહીં શિક્ષણ મેળવ્યું હતું.
સુંદર 20 વર્ષની ઉંમર સુધી આ ઘરમાં રહેતા હતા. તે હવે અમેરિકામાં રહે છે. આ ઘર કેટલા પૈસામાં વેચવામાં આવ્યું હતું, તેની માહિતી હજુ સામે આવી નથી. ધ હિન્દુ બિઝનેસ લાઇન સાથે વાત કરતા, મણિકંદને કહ્યું, “હું પોતે એક રિયલ એસ્ટેટ ડેવલપર છું. મેં લગભગ 300 ઘર બનાવ્યા છે અને ડિલીવર કર્યા છે. સુંદર પિચાઈએ આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. તે જ્યાં રહે છે તે ઘર ખરીદવું એ મારા જીવનની ગર્વની વાત છે.
દસ્તાવેજો સોંપતી વખતે સુંદરના પિતા ભાવુક થઈ ગયા
પોતાનો અનુભવ શેર કરતા, પ્રોપર્ટીના નવા માલિક મણિકંદને કહ્યું કે પિચાઈના પિતા જ્યારે પ્રોપર્ટીના દસ્તાવેજો સોંપી રહ્યા હતા ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા કારણ કે તે તેમની પ્રથમ પ્રોપર્ટી હતી. પિચાઈના પિતાએ દસ્તાવેજની કાર્યવાહી પૂર્ણ કરવા માટે રજીસ્ટ્રેશન ઓફિસમાં કલાકો સુધી ધીરજપૂર્વક રાહ જોઈ હતી, એમ મણિકંદને જણાવ્યું હતું. ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાને પૂર્ણ થવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગ્યો હતો, કારણ કે પિચાઈના પિતા તે સમયે અમેરિકામાં રહેતા હતા.
સુંદરના માતાએ મારા માટે પર્સનલી ફિલ્ટર કોફી બનાવી
મણિકંદને જણાવ્યું કે જ્યારે આ ઘર ખરીદવાની વાત ચાલી રહી હતી ત્યારે સુંદરના માતાએ મારા માટે પર્સનલ ફિલ્ટર કોફી બનાવી હતી. જ્યારે તેમના પિતાએ પ્રારંભિક મુલાકાત દરમિયાન દસ્તાવેજો બતાવ્યા હતા. પિચાઈ છેલ્લે ઓક્ટોબર 2021માં ચેન્નાઈ આવ્યા હતા. એરપોર્ટ જતા સમયે તેઓ બાળપણની યાદોને તાજી કરવા વાણી સ્કૂલ પહોંચ્યા હતા.
પિચાઈ હાલમાં કેલિફોર્નિયામાં એક લક્ઝુરિયસ બંગલામાં રહે છે. સુંદર પિચાઈ ગૂગલની સાથે આલ્ફાબેટ ઈન્કના CEO છે. 2015 માં, પિચાઈને Google ના CEO નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2019 માં તેઓ Alphabet Inc ના CEO પણ બન્યા હતા. તેઓ કેલિફોર્નિયામાં રહે છે. અહીં તેમનો એક આલિશાન બંગલો છે. કેલિફોર્નિયાના સાન્ટા ક્લારા કાઉન્ટીમાં પહાડીની ટોચ પર આવેલી આ બંગલો 31.17 એકર જમીનમાં ફેલાયેલો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.