• Gujarati News
  • Business
  • Swiss Company Patek Wears Philip's Watch Pandya, One Worth Rs 5 Crore; More Than 14 Crore Cars

હાર્દિકની લક્ઝરી લાઈફ:સ્વિસ કંપની પાટેક ફિલિપની ઘડિયાળ પહેરે છે પંડ્યા, એકની કિંમત 5 કરોડ; 14 કરોડથી વધુની કાર

મુંબઈ21 દિવસ પહેલા
  • ઘડિયાળની કિંમત 1.5 કરોડ હોવાનો હાર્દિકનો દાવો, કસ્ટમ વિભાગ મામલાની તપાસ કરી રહ્યું છે

હાર્દિક પંડ્યા એક વખત ફરી સમાચારમાં છે. આ વખતે તે તેમની બેટિંગ કે બોલિંગ સાથે સંકળાયેલી વાતોને લઈને ન્યુઝમાં નથી. આ સિવાય તેમની ગર્લફ્રેન્ડ સાથે સંકળાયેલો પણ કોઈ મામલો નથી. જોકે તેમની પાસેથી બે ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આ ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે હાર્દિકનું કહેવું છે તે લગભગ 1.5 કરોડની છે. કસ્ટમ વિભાગ મામલાની તપાસ કરી રહ્યું છે. હાર્દિકને મોંઘી ઘડિયાળ પસંદ છે. આ અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર થયો છે.

હાર્દિકે આ વર્ષે 13 ઓગસ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા હતા. તેમાં એક ફોટો તેમની ઘડિયાળનો પણ હતો. આ ઘડિયાળ પાટેક ફિલિપ કંપનીની છે. તેનું મોડલ પાટેક ફિલિપ નોટિલસ પ્લેટિનમ 5711 છે. દેખાવમાં ખૂબ જ સાધારણ લાગતી આ ઘડિયાળની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે. તેમની પાસે કંપનીની રોઝ ગોલ્ડન વોચ પણ છે. અંતે આ ઘડિયાળની કિંમત આટલી વધુ શાં માટે છે? તે અંગે જાણીએ...

પાટેક ફિલિપની નોટિલસના ઘણા મોડલ હાજર
પાટેક ફિલિપ SA લક્ઝરી ઘડીયાળ બનાવનારી સ્વિસ કંપની છે. આ કંપની 1839થી ઘડિયાળ બનાવી રહી છે. તેના સમગ્ર વિશ્વમાં 400થી વધુ ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર છે. હાર્દિક પંડ્યાની પાસે હાલની પાટેક ફિલિપની નોટિલસ સિરિઝની વોચ છે. આ વોચના ઘણા મોડલ આવે છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટના જણાવ્યા મુજબ, નોટિલસના કુલ 31 મોડલ આવે છે. તેમાં સ્ટેનલેસ સ્ટીલથી લઈને, રોઝ ગોલ્ડન, વ્હાઈટ ગોલ્ડ, પ્લેટિનમ ચેન જેવા ઘણા મોડલ આવે છે. હાર્દિકની પાસે નોટિલસ પ્લેટિનમનું 5711 મોડલ છે.

નોટિલસ પ્લેટિનમ 5711ની ખાસ વાતો
ઘડિયાળમાં પ્લેટિનમ ચેન આપવામાં આવી છે. તેમાં 40mmનું ડાયલ આપવામાં આવ્યું છે. ડાયલમાં સફાયર-ક્રિસ્ટલ કેસ આપવામાં આવ્યું છે, જે ઓટોમેટિક બ્લૂ અને બ્લેક થાય છે. આ વોચનો 120 મીટર પાણીની અંદર પણ ઉપયોગ કરી શકાય છે. કંપનીની ઘડિયાળમાં 2 વર્ષની મેન્યુફેકચરિંગ વોરન્ટી પણ આપવામાં આવે છે. તેની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા છે.

ખૂબ જ મોંઘુ હોય છે પ્લેટિનમ
પ્લેટિનમને વ્હાઈટ ગોલ્ડ પણ કહેવામાં આવે છે. સોનાની જેમ તેની કિંમત પણ અલગ-અલગ શહેર અને રાજ્યમાં અલગ-અલગ હોય છે. દિલ્હીમાં આજે 1 ગ્રામ પ્લેટિનમની કિંમત લગભગ 2574 રૂપિયા, 10 ગ્રામની કિંમત 25740 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 2,57,400 રૂપિયા છે. જ્યારે પ્લેટિનમને કોઈ ડિઝાઈનમાં બદલવામાં આવે છે, ત્યારે તેની કિંમત વધી જાય છે.

ગળામાં મોટી-મોટી ચેન

હાર્દિકને પ્લેટિનમ ખૂબ પસંદ છે. તેમના સોશિયલ મીડિયાના ફોટો જોવાથી એ વાતનો ખ્યાલ આવે છે કે તેમની પાસે પ્લેટિનમની ઘણી ચેન છે. તેમાં ઘણી તો ઘણી મોટી છે. આ ચેનની ડિઝાઈન પણ ખૂબ જ યુનિક છે. જોકે તે કઈ કંપનીની છે અને તેની કિંમત કેટલી છે, તે અંગે કોઈ માહિતી નથી.

પંડ્યાની પાસે કરોડોની કાર
એવું નથી કે હાર્દિકને માત્ર મોંઘી ઘડિયાળ અને ચેન પહેરવાનો શોખ છે. તેમના લક્ઝરી ખજાનામાં કરોડો રૂપિયાની કાર પણ સામેલ છે. કેટલાક રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, હાર્દિકની પાસે ઓડી, લેમ્બોર્ગિનીથી લઈને રોલ્સ રોયસ સુધીની 6 લક્ઝરી કાર છે. અલગ-અલગ મોડલની કિંમત 17 લાખ રૂપિયાથી લઈને 6 કરોડથી પણ વધુ છે. તેમની પાસે કુલ 14 કરોડ રૂપિયાથી વધુની કિંમતની કાર છે.

હાર્દિકના કાર કલેક્શન સામેલ વિવિધ કાર

મોડલ- ઓડી A6 કિંમત- 55.96થી 60.59 લાખ કલર- વ્હાઈટ

મોડલ- લેમ્બોર્ગિની હુરાકેન EVO કિંમત- 3.22થી 4.10 કરોડ કલર- ઓરેન્જ

મોડલ- રેન્જ રોવર વોગ કિંમત- 2.11 કરોડ કલર- વ્હાઈટ

મોડલ- જીપ કંપાસ કિંમત- 17.02 લાખથી શરૂ કલર- એક્સોટિકા રેડ

મોડલ- મર્સિડિઝ જી-વેગન કિંમત- 1.62થી 2.42 કરોડ કલર- પેલેડિયમ સિલ્વર

મોડલ- રોલ્સ રોયસ કિંમત- 6.22 કરોડ કલર- સિલ્વર એન્ડ બ્લેક

અન્ય સમાચારો પણ છે...