કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI)ના લગાવેલા દંડના મામલે ગૂગલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, CCIના રિપોર્ટમાં કોઇ ખામી નથી મળી, એટલા માટે દંડ બરાબર છે. કોર્ટે ગૂગલને આદેશ આપ્યો કે તે દરેક અઠવાડિયે 10% દંડની રકમ જમા કરાવે.
કોર્ટે ગૂગલની અરજી ફરીથી નેશનલ કંપની લો અપીલેટ ટ્રિબ્યુનલ (NCLT) મોકલી આપી અને ટ્રિબ્યુનલને આના પર 31 માર્ચ સુધી ફેંસલો કરવાનો નિર્દેશ આપ્યો. હકીકતમાં CCIએ ગૂગલ પ્લે-સ્ટોર પર પોતાના વર્ચસ્વનો દુરુપયોગ કરવા માટે 1,337 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. CCIએ ગૂગલને અનુચિત કારોબારી ગતિવિધિઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ ગૂગલ પહેલાં NCLT, પછી સુપ્રીમ કોર્ટ પહોંચી. સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળતાં ગૂગલે કહ્યું, 'અમે ફેંસલાની સમીક્ષા કરી રહ્યા છીએ. એન્ડ્રોઇડે ભારતીય યુઝર્સ, ડેવલપર્સ અને ઓઇએમને બહુ લાભાન્વિત કર્યા છે ને ભારતના ડિજિટલ પરિવર્તનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અમે CCIને સહયોગ કરીશું.'
ગૂગલ પર 1338 કરોડનો દંડ કેમ લાગ્યો હતો?
ગૂગલની બિઝનેસની 2 રીતોને CCIએ ખોટી માની-
1. ગૂગલ-પેને દરેક એપની ડિફોલ્ટ પેમેન્ટ સિસ્ટમ બનાવવાનું દબાણ
ગૂગલે પોતાના પ્લે સ્ટોર પર પબ્લિશ થનારી દરેક એપ પર એ દબાણ બનાવ્યું હતું કે તે એપ સાથે જોડાયેલા દરેક પેમેન્ટને ગૂગલના પેમેન્ટ પ્લેટફાર્મ ગૂગલ-પે દ્વારા પ્રોસેસ કરે. આ દરેક In-app Purchase ગૂગલ-પે દ્વારા કરવામાં આવે. તેના પર એપ પબ્લિશર્સે આપત્તિ દર્શાવી હતી.
CCIએ પણ માન્યું કે આ દબાણ ખોટું છે. એનાથી એપ પબ્લિશર્સ બહેતર ડીલ મળવા છતાં બાકી પેમેન્ટ પ્લેટફોર્મ્સ સાથે ટાઇ-અપ નથી કરી શકતા. સાથે જ આને બાકી પેમેન્ટ પ્લેટફોર્મ્સને ખોટી રીતે દબાવવા અને બજારમાં મોનેપોલી બનાવવાનો રસ્તો માનવામાં આવે છે.
2. એન્ડ્રોઇડ પર ગૂગલના એપની બંડલિંગ અનિવાર્ય કરવી
ગૂગલના એન્ડ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ દુનિયામાં સૌથી વધુ ઉપયોગ થનારા મોબાઇલ OS છે. ગૂગલના ફોન નિર્માતા કંપનીઓ પર દબાવ બનાવ્યો હતો કે તે દરેક નવા ફોન ગૂગલની એપ્સ (ગૂગલ સર્ચ, યૂ-યુટ્યૂબ, ક્રોમ વગેર) ડિફોલ્ટ તરીકે સામેલ કરે.
તેમને આ શરત પર એન્ડ્રોઇડના ઉપયોગની મંજૂરી મળી છે. CCIએ તેને ભૂલ માની. આનાથી એન્ડ્રોઇડ ફોન્સ પર ગૂગલના એપ્સની મોનોપોલી બની રહી હતી. સેમસંગ જેવી કંપનીઓ જે પોતાના સર્ચ એન્જિન પણ યુઝર્સને આપે છે, તેમના માટે આ શરત મુશ્કેલીઓ વધારી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.