તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Supreme Court Allows Vedanta To Operate Oxygen Production Unit At Its Sterlite Copper Plant In Tuticorin

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાણવાયુ પર SCનો નિર્ણય:તામિલનાડુમાં વેદાંતાના બંધ પડેલા ઓક્સિજન પ્લાન્ટને ખોલવાની મંજૂરી અપાઈ, કહ્યું- દેશ સંકટનો સામનો કરી રહ્યો છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાથી વેદાંતાના પ્લાન્ટને 2018ના મે મહિનામાં બંધ કરી દેવાયો હતો

સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને પગલે દેશમાં ચાલી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે તામિલનાડુના તુતિકોરિનસ્થિત વેદાંતાના ઓક્સિજન પ્લાન્ટને ફરીથી ખોલવાની અનુમતિ આપી દીધી છે. ન્યાયાલયે દેશની જરૂરિયાતને જોઈને આ નિર્ણય લીધો છે.

જોકે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં વેદાંતાને કહ્યું હતું કે તેઓ પ્લાન્ટ ખોલ્યા પછી તેમાં કોપર પ્રોડક્શન પર કાર્ય કરી શકશે નહીં.

પ્લાન્ટ ખોલવાની ઘટનાને પગલે રાજકીય હોબાળો ન થવો જોઈએ- સુપ્રીમ કોર્ટ
કોર્ટે કહ્યું હતું કે દેશમાં મહામારીની પરિસ્થિતિને કારણે વેદાંતામાં ઓક્સિજનના ઉત્પાદનની અનુમતિ આપવામાં આવી છે, જે અંગે કોઈપણ પ્રકારનો રાજકીય હોબાળો ન થવો જોઈએ. આ નિર્ણયથી વેદાંતાને કોઈપણ પ્રકારની સહાયતા નથી થવાની. તામિલનાડુ સરકારને તુતિકોરિનસ્થિત પ્લાન્ટમાં ઓક્સિજન નિર્માણની પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે એક પેનલ બનાવવાનો આદેશ અપાયો છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે અમે માત્ર ઓક્સિજનના ઉત્પાદનની મંજૂરી આપી છે, આની સાથે અન્ય કોઈ ઉત્પાદન ન થવું જોઈએ.

23 એપ્રિલે અદાલતે કહ્યું હતું કે લોકો અત્યારે ઓક્સિજનની અછતને પરિણામે મૃત્યુ પામી રહ્યા છે. તામિલનાડુ સરકાર કેમ ઓક્સિજન પ્રોડક્શન માટે વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટને ટેક ઓવરી નથી કરી રહી. પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું હોવાથી આ પ્લાન્ટને મે 2018માં બંધ કરી દેવાયો હતો.

SCમાં કેન્દ્ર, વેદાંતા અને અન્ય પક્ષોની દલીલો

  • કેન્દ્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું હતું કે આ પ્લાન્ટમાં ઉત્પાદિત થતા ઓક્સિજનના જથ્થાના સપ્લાઈને કેન્દ્ર દ્વારા ફાળવેલાં રાજ્યોમાં કરવું જોઈએ.
  • વેદાંતા તરફથી અને સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ કહ્યું હતું કે અમે માત્ર ઓક્સિજનના પ્લાન્ટને શરૂ કરવા માગીએ છીએ. અમારી વીજળી પ્લાન્ટને શરૂ કરવાની કોઈપણ પ્રકારની યોજના નથી. ઓક્સિજન પ્લાન્ટને ચલાવવા માટે વીજળી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે ચંદ્રચૂડે તેમને પૂછ્યું હતું કે તમે ક્યારથી પ્લાન્ટ શરૂ કરી શકો છો? તો તેમણે જણાવ્યું કે અમે 10 દિવસમાં પ્લાન્ટને શરૂ કરી શકીશું.
  • સ્ટારલાઈટ ગેસ લીકના પીડિતોનાં પરિવારજનો તરફથી એડવોકેટ કોલિન ગોંઝાલ્વિસે કહ્યું હતું કે વેદાંતા સતત ભૂલો કરી રહ્યું છે, જેના પર ચંદ્રચૂડે જવાબ આપ્યો હતો કે અમે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ પર સુનાવણી નહીં કરી શકીએ. અમને માત્ર ઓક્સિજન પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.

તામિલનાડુ સરકારે પણ ઓક્સિજનના ઉત્પાદનની મંજૂરી આપી દીધી છે
સોમવારે તામિલનાડુ સરકારે ઓલ પાર્ટી મીટિંગનું આયોજન કર્યું હતું, જેમાં વેદાંતાને 4 મહિના સુધી વેદાંતાના સ્ટરલાઈટ પ્લાન્ટમાં ઓક્સિજનના ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી હતી. કોરોનાના વધતા જતા કેસને પરિણામે સરકારે આ પ્લાન્ટમાં ઓક્સિજનના ઉત્પાદનની મંજૂરી આપી હતી.

વેદાંતાનો કોપર પ્લાન્ટ 2018માં બંધ થયો હતો
તામિલનાડુ સરકારે 2018માં વેદાંતા કોપર પ્લાન્ટને પર્યાવરણ સંબંધિત પ્રશ્નોને લઈને બંધ કર્યો હતો. આની પહેલાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલા વિરોધપ્રદર્શનમાં હિંસાને પગલે 13 લોકોનાં મોત થયાં હતાં. NGTએ 15 ડિસેમ્બરે પ્લાન્ટને શરૂ કરવાની અનુમતિ આપી હતી, જેના વિરુદ્ધ તામિલનાડુ સરકારે કોર્ટમાં અરજી કરી હતી.

આ પ્લાન્ટ વિરુદ્ધ પર્યાવરણને નુકસાન પહોંચાડવાની ફરિયાદો પહેલાં પણ કરવામાં આવી હતી, જેથી એને 2013માં બંધ કરાયો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટના આદેશ આપ્યા પછી આને ખોલવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે તેમને પર્યાવરણની સુરક્ષાના હેતુથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરવાનો આદેશ આપ્યો હતો.

2013માં પ્લાન્ટમાં ગેસ-લીકેજ થવાથી હજારો લોકોને અસર પહોંચી હતી
માર્ચ 2013માં અહીં સલ્ફરડાયોક્સાઈડ લીક થવાને કારણે હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ પ્લાન્ટમાં પર્યાવરણના પાસાને ધ્યાનમાં રાખીને માત્ર ક્લિયરન્સ કરવા માટે 2004ની અંદર ઓક્સિજન ફેસેલિટી બનાવવામાં આવી હતી, જેની ખરાઈ સુપ્રીમ કોર્ટની મોનિટરિંગ કમિટીના આદેશ પર બનાવવામાં આવેલી પોલ્યુશન સેન્ટ્રલ બોર્ડ કમિટીએ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો