તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એગ્રી કોમોડિટી:નવી ખરીફ સિઝનમાં ટેકાના ભાવમાં વૃદ્ધિની આશા, ડાંગરની ટેકાના ભાવથી 1.65 લાખ કરોડની ખરીદી થઇ

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં દુષ્કાળની સ્થિતિ, ટેકાના ભાવમાં વૃદ્ધિની આશા
  • ઘઉંની 433.44 લાખ ટનની રેકોર્ડ ખરીદી થઇ, કોમોડિટીના ઊંચા ભાવ ફુગાવાને વેગ આપશે

દેશભરના મોટા ભાગના રાજ્યોમાં દુષ્કાળની સ્થિતી છે જેના કારણે ખરીફ ઉત્પાદનને મોટા પાયે અસર થશે તેવા સંકેતો છે. પાકને નુકસાની સામે ખેડૂતોને વળતર આપવા ઉપરાંત નવી ખરીફ સિઝનમાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (ટેકા)ના ભાવમાં વધુ વધારો કરવામાં આવે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

અત્યારની પરિસ્થિતી મુજબ દેશમાં ખરીફ સિઝનમાં કુલ 15-20 ટકા સુધી પાકને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન અગ્રણી કૃષિ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવમાં વધારો કરવા સાથે ખરીદી પણ વધારી રહ્યાં છે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના અંતમાં 2020-21ના માર્કેટિંગ વર્ષમાં અત્યાર સુધીમાં સરેરાશ 1.65 લાખ કરોડ રૂપિયાની 873.68 લાખ ટન ડાંગરની રેકોર્ડ ખરીદી કરી છે. જે અગાઉના વર્ષે ખરીફ માર્કેટિંગ સીઝન 2019-20માં 773.45 લાખ ટનની અગાઉની ઓલ ટાઇમ હાઇ સપાટીને વટાવીને રેકોર્ડ સ્તરે પહોંચી છે.

“1,64,951.77 કરોડના એમએસપી મૂલ્ય સાથે ખરીદી કરાઇ છે. અંદાજે 129.03 લાખ ખેડૂતો પહેલેથી જ લાભ મેળવી ચૂક્યા છે.” ચાલુ સિઝન 2020-21 માં ડાંગર પ્રાપ્તિ રાજ્યોમાં સરળતાથી ચાલુ છે. ખરીફ માર્કેગ સીઝન ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. સરકારે 23 ઓગસ્ટ સુધી 873.68 લાખ ટન ડાંગર (ખરીફ પાક 707.69 લાખ ટન અને રવિ પાક 165.99 લાખ ટન સહિત) ની ખરીદી કરી છે જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં 763.01 લાખ ટન હતી.

ખાદ્ય મંત્રાલયે જણાવ્યું કે ઘઉંની ખરીદીના રાજ્યોમાં રવિ માર્કેટિંગ સીઝન 2021-22 પૂર્ણ થઈ ગઈ છે. 18 ઓગસ્ટ સુધી, 433.44 લાખ ટન ઘઉંનો વિક્રમી જથ્થો ખરીદવામાં આવ્યો છે જે અગાઉના સમયગાળામાં 389.93 લાખ ટન હતો. અંદાજે 49.20 લાખ ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળ્યો ઠેય રવિ માર્કેટિંગ સીઝન એપ્રિલથી માર્ચ સુધી ચાલે છે. જોકે, ઘઉંની મોટા ભાગની ખરીદી એપ્રિલ-જૂન દરમિયાન કરવામાં આવે છે.

શેરડીના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ 290
સરકારે શેરડી ઉત્પાદકોને ન્યૂનતમ ભાવ 5 રૂપિયા વધારીને 290 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધા છે. 2021-22 માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માટે શેરડીના વાજબી અને લાભદાયી ભાવ (FRP) વધારવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારે વર્તમાન 2020-21 માર્કેટિંગ વર્ષ માટે શેરડીની FRP પ્રતિ ક્વિન્ટલ 285 રૂપિયા નક્કી કરી હતી. દેશના મોટા ભાગના રાજ્યોમાં અપુરતા વરસાદના કારણે શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવા સંકેતો છે.

વરસાદ ખેંચાતા એક માસમાં 25-30 ટકાની તેજી
વરસાદ ખેંચાઇ જવાના કારણે એગ્રી કોમોડિટીમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. કપાસ, ગવાર-ગમ, એરંડા તથા ખાદ્યતેલોમાં છેલ્લા એક માસમાં સરેરાશ 25-30 ટકા સુધીની તેજી જોવા મળી છે. કપાસ-રૂમાં ભાવ સપાટી વર્ષની ઉંચી સપાટી પર પહોંચી છે. જ્યારે સૌથી વધુ વધારો ગવાર તથા ગમમાં જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે એગ્રી કોમોડિટીની માગથી પણ બજારને મજબૂત સપોર્ટ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...