ઉત્પાદનમાં ગળપણ વધશે:ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 365 લાખ ટન આંબશે: ઇસ્મા

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં શેરડીના વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે પાકને અનુકુળ વરસાદ થતા ખાંડનું ઉત્પાદન વર્ષ 2022-23ની માર્કેટિંગ સીઝન દરમિયાન 2 ટકા વધીને 365 લાખ ટન રહેવાનું અનુમાન ઇસ્માએ દર્શાવ્યો છે. આ મહિનાની શરૂઆતથી માર્કેટિંગ સીઝનની શરૂઆત થઇ છે. દેશમાં 2021-22ની માર્કેટિંગ સીઝન દરમિયાન ખાંડનું ઉત્પાદન 35.8 મિલિયન ટન નોંધાયું હતું. તે ઑક્ટોબર-સપ્ટેમ્બરની સીઝન હતી.

ઇથેનોલ માટે વધુ ડાયવર્ઝન છતાં ઉત્પાદનમાં વૃદ્વિને કારણે આ સીઝન દરમિયાન ખાંડની નિકાસ 9 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા ISMAએ વ્યક્ત કરી હતી. ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન(ISMA) અનુસાર, શેરડીના રસ, સિરપ અને મોલાસિસને ઇથેનોલમાં ફેરવવાને કારણે ખાંડના ઉત્પાદનમાં 45 લાખ ટનના ઘટાડા બાદ 2022-23માં ખાંડનું ઉત્પાદન 36.5 મિલિયન ટનની આસપાસ રહેવાની સંભાવના છે.

માર્કેટિંગ સીઝન 2022-23માં ઉત્તરપ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 12.3 મિલિયન ટન, મહારાષ્ટ્રમાં 15 મિલિયન ટન અને કર્ણાટકમાં 7 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 12 ટકા સંમિશ્રણનો લક્ષ્યાંક હાંસલ થવાની ધારણા હોવાથી ઇથેનોલના ઉત્પાદન માટે ખાંડનું ડાયવર્ઝન 32 ટકા વધીને 45 લાખ ટન રહેવાનો અંદાજ છે. જે 2021-22ની સીઝનમાં 34 લાખ ટન થયું હતું.

આ સીઝન દરમિયાન 545 કરોડ લીટર ઇથેનોલની આવશ્યકતા રહેશે અને તેની સપ્લાય કરવામાં આવશે. બ્રાઝિલની ખાંડ વૈશ્વિક માર્કેટમાં મે 2023 સુધી પહોંચશે ત્યારે ભારતીય ખાંડ માટે નિકાસની ટાઇમલાઇન ખૂબ જ ટૂંકા ગાળા માટેની રહેશે. દેશના દક્ષિણ ભાગમાં શેરડીનું પીલાણ શરૂ થઇ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...