તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલીકોમ:ગુજરાતમાં વોડાફોન-આઈડિયા અને એરટેલ ગ્રાહકોના નેટવર્કમાંથી બહાર, સબસ્ક્રાઈબરમાં સતત ઘટાડો

અમદાવાદ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ચ-મે વચ્ચે વોડાફોન-આઈડિયા 9 લાખ અને એરટેલમાં 10 લાખ ગ્રાહકો ઘટ્યા
 • ત્રણ મહિનામાં રિલાયન્સ જિયોના સબસ્ક્રાઇબરમાં અંદાજે 2 લાખનો વધારો થયો
 • મેમાં ગુજરાતમાં સમગ્ર ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ ગ્રાહકો ગુમાવ્યા

કોવિડ-19 મહામારીના કારણે લાગેલા લોકડાઉનમાં મે 2020ના અંત સુધીમાં ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગે 6.38 લાખ મોબાઇલ વપરાશકર્તા ગુમાવ્યા હતા. ધ ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ બુધવારે મે મહિનાના મોબાઇલ સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જાહેર કર્યો હતો. આ મુજબ ગુજરાતમાં ગ્રાહકોએ વોડાફોન-આઈડિયા અને એરટેલ જેવી ટેલીકોમ કંપનીઓ પ્રત્યે ઉદાસીનતા બતાવી છે. માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ મહિનાના આંકડા જોઈએ તો એક માત્ર રિલાયન્સ જિયોના ગ્રાહકોમાં વધારો થયો છે. આ સમય દરમિયાન વોડાફોન-આઈડિયા 9 લાખ અને એરટેલમાં 10 લાખ ગ્રાહકો ઘટ્યા હતા જયારે જિયોના સબસ્ક્રાઇબરમાં અંદાજે 2 લાખનો વધારો થયો છે.

લાખોની સંખ્યામાં ગ્રાહકો ઘટ્યા
ટ્રાઇના અહેવાલ અનુસાર, ગુજરાતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર વોડાફોન-આઇડિયાએ મે મહિનામાં વધુ એકવાર નેગેટિવ ગ્રોથ નોંધાવ્યો છે. વોડાફોન-આઈડિયાના ગ્રાહકોની સંખ્યા માર્ચના 2.70 કરોડ ગ્રાહકોથી 9.03 લાખ ઘટીને મેમાં 2.61 કરોડ થઈ છે. તેવી જ રીતે એરટેલના સબસ્ક્રાઈબરની સંખ્યા 10.42 લાખ ઘટીને મેમાં 99.50 લાખ થઈ છે.

લોકો બે સીમની જગ્યાએ હવે એક જ સીમ વાપરતા થયા
ટેલીકોમ સેક્ટરના જાણકારોના મતે, મોબાઇલ સબસ્ક્રાઇબર્સ ખર્ચો બચાવવા માટે એકથી વધુ સીમ કાર્ડનો ઉપયોગ બંધ કર્યો હતો. અગાઉ કોલ્સ અને ડેટા પોસાય તેવા રહે તે માટે લોકો એકથી વધુ સીમ કાર્ડ રાખતા હતા.. ખર્ચો ઘટાડવા માટે હવે મોબાઇલ ધારકો વધારાનું સીમ કાર્ડ કે મોબાઇલ નંબર રાખવાનું ટાળી રહ્યા છે.

BSNLના ગ્રાહકોમાં વધારો થયો
ડેટા મુજબ, સરકારી ટેલીકોમ કંપની BSNLના ગ્રાહકોમાં નજીવો પણ વધારો થયો છે. એપ્રિલમાં તેના 61.04 લાખ સબસ્ક્રાઇબર્સ હતા જે 1547 ગ્રાહકોના વધારા સાથે મેમાં 61.05 લાખ થયા છે. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનના ગ્રાહકોની સંખ્યા આ સમયગાળામાં 605 ગ્રાહકો પર સ્થિર રહી હતી.

મોબાઈલ પોર્ટેબિલિટીમાં વધારો થયો
ટ્રાઈના ડેટા બતાવે છે કે, ગુજરાતમાં મોબાઈલ પોર્ટેબિલિટીમાં વધારો થયો છે. પોર્ટેબિલિટી એટલે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં જવું. એપ્રિલમાં 3.26 કરોડ ગ્રાહકોએ મોબાઈલ પોર્ટ કરાવવા માટે અરજી કરી હતી જે મેમા વધીને 3.27 કરોડ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો