દેશમાં ફેબ્રુઆરી દરમિયાન માંગની સાનુકૂળ સ્થિતિ તેમજ નવા બિઝનેસમાં લાભને કારણે દેશના સર્વિસ સેક્ટરનું સૌથી વધુ વિસ્તરણ જોવા મળ્યું છે. ફેબ્રુઆરીમાં સર્વિસ સેક્ટરનો PMI વધીને 59.4 નોંધાયો છે જે જાન્યુઆરી દરમિયાન 57.2 હતો. જે 12 વર્ષના સર્વોચ્ચ સ્તરે છે. સતત 19માં મહિને PMI 50થી ઉપર રહ્યો હતો.
PMIમાં 50ની ઉપરનો આંક વિસ્તરણ અને નીચેનો આંક સંકોચન દર્શાવે છે. S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઇકોનોમિક્સ એસોસિએટ ડાયરેક્ટર પોલિયાના ડે લિમાએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં માંગમાં સ્થિતિસ્થાપકતા તેમજ સ્પર્ધાત્મક કિંમતના માહોલને પગલે સર્વિસ સેક્ટરનું 12 મહિનામાં સૌથી વધુ વિસ્તરણ થયું હતું. છેલ્લા અઢી વર્ષ દરમિયાન ઇનપુટ કિંમતમાં વધારાથી ખર્ચના દબાણમાં આંશિક સુધારો થશે.
સર્વિસ સેક્ટરમાં નવા ઓર્ડરમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. અનેક કંપનીઓએ જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક માહોલને કારણે પણ વેચાણને વેગ મળ્યો છે. નવા બિઝનેસના ઓર્ડરમાં વૃદ્ધિ છતાં, કંપનીઓની ક્ષમતા પર માત્ર આંશિક દબાણ જોવા મળ્યું હતું, જેને પરિણામે મોટા ભાગની કંપનીઓએ કોઇપણ પ્રકારની ભરતીનો નિર્ણય ટાળ્યો હતો.
કંપનીઓના નવા બિઝનેસનું વિસ્તરણ થયું
સર્વિસ કંપનીઓના બિઝનેસમાં મેન્યુફેક્ચરિંગ કરતાં વધુ વિસ્તરણ જોવા મળ્યું છે. છેલ્લા 11 વર્ષમાં વેચાણ સૌથી ઝડપી ગતિએ થયું હતું. S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીઝ PMIનું S&P ગ્લોબલ દ્વારા સંકલન કરવામાં આવે છે. સર્વિસ સેક્ટરની 400 કંપનીઓને પ્રશ્નો મોકલવામાં આવે છે અને તેનો જવાબ લેવામાં આવે છે. પેનલમાં સેક્ટર તેમજ કંપનીઓના વર્કફોર્સ અને જીડીપમાં યોગદાનના આધારને ધ્યાનમાં રાખીને ડેટા તૈયાર કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.