• Gujarati News
  • Business
  • Strong Growth In Banking Sector Gross NPAs To Remain At 4% Till March 2024, Lowest In Decade

પોઝિટીવ અસર:બેન્કિંગ ક્ષેત્રે મજબૂત ગ્રોથ-માર્ચ 2024 સુધી ગ્રોસ NPA 4% રહેશે, દાયકામાં સૌથી ઓછી

મુંબઇ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અર્થતંત્રમાં સુધારાથી લોનની ચુકવણીમાં ઝડપી વૃદ્ધિ થઇ

મહામારી બાદ સરકાર દ્વારા બેન્કોમાં લિક્વિટી વધારવામાં આવતા અને અર્થતંત્ર મજબૂત રહેવાની પોઝિટીવ અસર બેન્કિંગ સેક્ટર પર જોવા મળી છે. બેંકોમાં નોન-રિકવરેબલ લોનની સમસ્યાનો અંત આવતો જોવા મળી રહ્યો છે. ક્રિસિલના મતે માર્ચ 2023 સુધીમાં બેંકોની કુલ એનપીએ 0.90% થી ઘટીને 5% થવાની સંભાવના છે.

એટલું જ નહીં માર્ચ 2024 સુધીમાં બેંકોની ગ્રોસ એનપીએ વધુ સુધરીને માત્ર 4% થવાનો અંદાજ છે જે એક દાયકામાં સૌથી ઓછો હશે. બુધવારે જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર મહામારી બાદ અર્થવ્યવસ્થામાં ઝડપી રિકવરી જોવા મળી છે. એનપીએ બની ગયેલી લોન રિફંડ મળવા લાગી છે. લોનની ભરપાઈ પણ વધી છે અને કેટલીક લોન રાઈટ ઓફ પણ વસૂલવા લાગી છે.

આ કારણોથી બેન્કોની એનપીએમાં ઘટાડો

  • બેંકો તેમની એનપીએને નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની (NRCL)ને વેચી શકશે.
  • અર્થવ્યવસ્થા પાછી પાટા પર આવવાની સાથે,ઉદ્યોગોએ વેગ પકડ્યો છે અને બેંકોની લોન પાછી આવવા લાગી છે.
  • છેલ્લા પાંચ વર્ષમાં બેંકોએ લગભગ 10 લાખ કરોડની લોન રાઈટ ઓફ કરી હતી જેના કારણે એનપીએમાં ઘટાડો થયો હતો.
  • માર્ચ 2022 સુધીમાં 77% બેંક લોન અત્યંત સલામત શ્રેણીમાં હતી જે માર્ચ 2017માં 59% હતી.

કોર્પોરેટ એનપીએ 16%થી ઘટીને 2% થશે
કોર્પોરેટ સેક્ટરને અપાતા ધિરાણમાં ચાલુ નાણાકીય વર્ષ અને આગામી નાણાકીય વર્ષ દરમિયાન સૌથી મોટો સુધારો જોવા મળે તેવી અપેક્ષા છે. લોનની આ શ્રેણીમાં એનપીએ સ્તર 2023-24 સુધીમાં 2%થી નીચે આવવાની ધારણા છે. 2018ના રોજ કોર્પોરેટ લોનમાં એનપીએનું સ્તર 16% હતું.

લખેલી લોન પણ પાછી આવી રહી છે| એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે બેંકોની એનપીએમાં ઘટાડો થવા સાથે લખેલી લોન પણ પાછી આવવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...