તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Stock Markets Have Risen 12 fold In Two Decades, But Investors' Behavior Has Not Changed, Repeating The Same Mistake.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્લેષણ:બે દાયકામાં શેરબજારો 12 ગણા વધ્યાં, પણ રોકાણકારોનો વ્યવહાર ના બદલાયો, એક જ ભૂલનું પુનરાવર્તન કરે છે

મુંબઇ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
નિષ્ણાતોના મત અનુસાર લાલચીપણું જ નુકસાનદાયક સાબિત થતું હોય છે. - Divya Bhaskar
નિષ્ણાતોના મત અનુસાર લાલચીપણું જ નુકસાનદાયક સાબિત થતું હોય છે.
 • ભારતીયોની રોકાણ તરાહ તેમના પ્રદર્શન ઉપર એક અભ્યાસ, પરિણામ ચોંકાવનારાં મળ્યાં
 • ફંડના રિટર્નની તુલનામાં રોકાણકારોનું રિટર્ન ખરાબ

શેરબજાર આજે 48000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. છેલ્લા બે દાયકામાં તે 3759 પોઇન્ટની સપાટીથી 12 ગણો વધી ચૂક્યો છે. તેની સાથે સાથે માર્કેટકેપિટલાઇઝેશન આશરે રૂ.16 લાખ કરોડથી વધી રૂ. 191 લાખ કરોડની સપાટી વટાવી ચૂક્યું છે. પરંતુ આ ગાળા દરમિયાન શેરબજારના રોકાણકારોના મૂડીરોકાણ પ્રકારમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. તેઓ આજે પણ એજ ભૂલનું પુનરાવર્તન કરે છે કે, જે વર્ષો અગાઉ કરતાં હતાં.

દેશના અગ્રણી એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે વર્ષ 2003થી વર્ષ 2019 દરમિયાન રોકાણકારોનો વ્યવહાર સમજવા માટે તેમના ખરીદી અને વેચાણના નિર્ણયોની લાંબાગાળાના પ્રદર્શન ઉપર પડતી અસરોનો અભ્યાસ કર્યો છે. વિશ્લેષકોએ ઇક્વિટી, હાઇબ્રીડ અને ડેટ ફંડ સહિત અલગ અલગ શ્રેણીઓમાં પ્રદર્શનને જોયું. તેના પરીણામ ચોંકવનારા જ આવ્યા છે. વિશ્લેષણ બતાવે છે કે, બજારના દેખાવના હિસાબે રોકાણકારોની સંખ્યામાં વધારો ઘટાડો થતો રહે છે. તેના કારણે તેમનું વાસ્તવિક રિટર્ન તેનાથી ખાસ્સું ખરાબ હોય છે. તેની સામે તેઓ સાધારણ રૂપમાં ખરીદીને હોલ્ડ કરે અથવા સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ રણનિતીઓથી હાંસલ કરી શક્યા હોત.

સૌથી મોટી વાત એ છે કે, આ ટ્રેન્ડ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. વિશ્લેષણ અનુસાર ભારતમાં અનિવાર્ય બચત કાર્યક્રમો ઓછી સંખ્યામાં છે. તેના કારણે સામાન્ય રોકાણકાર મજબૂરીથી તેની મરજીથી નિર્ણયો લેતો હોય છે અને રોકાણ કરતો હોય છે. તેની સૌથી સારી બાબત એ છે કે, લોકો સ્વતંત્ર રૂપે મૂડીરોકાણ કરી શકે છે. જોકે, નિષ્ણાતોના મત અનુસાર આ લાલચીપણું જ નુકસાનદાયક સાબિત થતું હોય છે. તેઓ બજારની તાત્કાલિક ચાલથી પ્રભાવિત થઇ જાય છે અને પ્રવર્તમાન પ્રવાહમાં સારું પ્રદર્શન કરી રહેલા શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડ્સની પાછળ ભાગવા લાગે છે. તેના કારણે રોકાણકારોનું રિટર્ન ફંડના રિટર્નની તુલનામાં ખરાબ રહે છે.

રોકાણકારો સામાન્ય રીતે શેરબજારમાં આ ભૂલો કરે છે

 • બજારની ધારણાના હિસાબે ચાલવુઃ લાલચ અને ડરના કારણે રોકાણકાર શોર્ટટર્મ માર્કેટની ભેડચાલ ચાલવા લાગે છે અને પ્રવર્તમાન દોરમાં સારું પ્રદર્શન કરતાં શેર્સ પાછળ પડી જાય છે.
 • શોર્ટટર્મ પ્રદર્શન ઉપર ફોકસઃ શોર્ટટર્મ પ્રદર્શન ઉપર ધ્યાન આપીને રોકાણકાર લોંગટર્મ ફાયદાથી ધ્યાન હટાવી લે છે.
 • બજારમાં મોડેથી પ્રવેશઃ બજારમાં મોડેથી પ્રવેશથી રિટર્ન ઓછું અને મોડેથી મળે છે.

ભૂલોથી બચવા શેરબજારમાં રોકાણ કરનારે શું કરવું જોઈએ

 • અનુશાસિત રહેઃ પોતાના લક્ષ્યોને હાંસલ કરવા માટે નિયમિત રૂપથી અને સમયાનુસાર રોકાણ કરે.
 • સાચી સલાહ ઉપર વિચાર કરેઃ શેરબજારમાં ફાયદા માટે અહીંયા કેટલીય રોકાણકાર કંપનીઓ સલાહ આપતી હોય છે. તેની ઉપર અમલ પૂર્વે ચકાસણી કરી લેવી જોઇએ.
 • ખુદ ઉપર ભરોસો કરેઃ બજારમાં મૂડીરોકાણ માટે ખુદના વિશ્લેષણ ઉપર વિશ્વાસ કરો. કોઇપણ કંપનીમાં રોકાણ કરતાં પહેલા તેના ડેટાનો અભ્યાસ કરો પછી જ આગળ વધો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser