તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 55 અંક વધ્યો, નિફ્ટી 17369 પર બંધ; ભારતી એરટેલ, નેસ્લેના શેર વધ્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, HDFC બેન્ક, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 55 અંક વધી 58305 પર બંધ રહ્યો હતો. જ્યારે 16 અંક વધી 17369 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, નેસ્લે, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 2.77 ટકા વધી 686.30 પર બંધ રહ્યો હતો. નેસ્લે 2.39 ટકા વધી 20351.75 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, HDFC બેન્ક, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 0.97 ટકા ઘટી 2037.00 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.79 ટકા ઘટી 7928.40 પર બંધ રહ્યો હતો.

BSEની માર્કેટ કેપ 255 લાખ કરોડ રૂપિયાને પાર
BSE પર 3350 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1839 શેર્સ વધારા સાથે અને 1348 શેર્સ લાલ નિશાન પર બંધ થયા હતા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 255 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા બુધવારે સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટી 58250 પર અને નિફ્ટી 8 પોઈન્ટ ઘટી 17353 પર બંધ થયો હતો.

BSE પર 367 શેર્સમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 192 શેર્સ 52 સપ્તાહના ઉપરી સ્તર પર અને 23 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 367 શેર્સમાં અપર સર્કિટ લાગી. જ્યારે 168 શેર્સમાં લોઅર સર્કિટ લાગી.

અનિલ અંબાણીની કંપનીને રાહત
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને દિલ્હી મેટ્રો(DMRC) પાસેથી કુલ 4,500 કરોડ રૂપિયા મળશે. કંપનીએ દિલ્હી મેટ્રો પર કરાર તોડવાનો આરોપ લગાવીને તેની પાસેથી 2800 કરોડ રૂપિયાની ટર્મિનેશન ફીસ માગી હતી. તેની પર DMRCએ આર્બિટ્રેશન પ્રોસેસ શરૂ કરી, એ પછી મામલો કોર્ટમાં ફરતો રહ્યો. સુપ્રીમ કોર્ટ આજે કંપનીના દાવાને યોગ્ય ગણાવ્યો છે અને DMRCને વ્યાજ અને દંડ સહિત આ રકમને પરત કરવાનો આદેશ આપ્યો છે.