તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Down 17 Points, Nifty Down 16 Points; Shares Of Sun Pharma, Tech Mahindra Fell

શેરબજાર:સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝીંગ, સન ફાર્મા, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HDFC, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 17 અંક ઘટી 58279 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 16 અંક ઘટી 17362 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર સન ફાર્મા, ટેક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, HCL ટેક, ઈન્ફોસિસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 1.81 ટકા ઘટી 769.65 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 1.69 ટકા ઘટી 1435.55 પર બંધ રહ્યો હતો. જોકે HDFC, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HDFC 2.56 ટકા વધી 2836.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.48 ટકા વધી 670.70 પર બંધ રહ્યો હતો.

BSEની માર્કેટ કેપ 254 લાખ કરોડ
BSE પર 3,317 શેર્સમાં કારોબાર થયો. જેમાં 1,332 શેર્સ વધારા સાથે અને 1843 શેર્સ લાલ નિશાન સાથે બંધ થયા હતા. તેની સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 167 અંક વધી 58297 પર અને નિફ્ટી 54 અંક વધી 17378 પર બંધ થયો હતો.

BSE પર 261 શેર્સમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 201 શેર્સ 52 સપ્તાહના ઉપરના સ્તર પર અને 24 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 261 શેર્સમાં અપર સર્કિટ લાગી, જ્યારે 196 શેર્સમાં લોઅર સર્કિટ લાગી.