તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Crossed 58400 And Nifty Crossed 17400 For The First Time; Shares Of Reliance, Bajaj Auto Rose

શેરબજારનો નવો રેકોર્ડ:સેન્સેક્સે 58515 અને નિફ્ટીએ 17429નો નવો રેકોર્ડ બનાવ્યો, HCL ટેક, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સના શેર ઘટ્યા

સપ્તાહના પ્રથમ દિવસે બજારે નવો રેકોર્ડ બનાવ્યો છે. કારોબાર દરમિયાન સેન્સેક્સ 58515 અને નિફ્ટી 17429ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ દિવસના અંતે 167 અંક વધી 58296 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 54 અંક વધી 17377 પર બંધ થયો હતો.

HCL ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સના શેર વધ્યા
સેન્સેક્સ પર HCL ટેક, ઈન્ફોસિસ, રિલાયન્સ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.17 ટકા વધી 1199.70 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.75 ટકા વધી 1730.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.13 ટકા ઘટી 992.10 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 0.86 ટકા ઘટી 1776.70 પર બંધ રહ્યો હતો.

શુક્રવારે સેન્સેક્સ 277 અને નિફ્ટી 89 અંક વધ્યો
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 277 અંક વધી 58,129 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 89 અંક વધી 17,323 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સે 58,194 અને નિફ્ટીએ 17,340નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલાં સેન્સેક્સ 57,983 અને નિફ્ટી 17,299 પર ખૂલ્યો હતો.

મજબૂત આંકડાને પગલે બજારમાં તેજી

  • પ્રથમ ત્રિમાસિકમાં GDP ગ્રોથ 20.1 ટકા પર પહોંચ્યો
  • GST કલેક્શન 1.12 લાખ કરોડને પાર રહ્યું
  • એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પણ વધ્યું
  • સતત બીજા મહિને PMI 50ની ઉપર છે
  • ગ્લોબલ સંકેત પોઝિટિવ છે
  • વેક્સિનેશનથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે