તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Crossed 58000 And Nifty Crossed 17250 For The First Time; Shares Of Bajaj Auto, Titan Rose

શેરબજારનો નવો રેકોર્ડ:પ્રથમ વખત સેન્સેક્સ 58100 અને નિફ્ટી 17300ને પાર બંધ; રિલાયન્સ, ટાઈટન કંપનીના શેર વધ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HUL, ભારતી એરટલે, HDFC બેન્ક, HDFC, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
  • BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે.

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 277 અંક વધી 58129 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 89 અંક વધી 17323 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સે 58194 અને નિફ્ટીએ 17340નો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સેન્સેક્સ 57983 અને નિફ્ટી 17299 પર ખુલ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે.

રિલાયન્સ, ટાઈટન કંપની, બજાજ ઓટોના શેર વધ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 4.12 ટકા વધીને 2388.25 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 2.59 ટકા વધી 2017.85 પર બંધ રહ્યો હતો. જોકે HUL, ભારતી એરટેલ, HDFC બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 1.18 ટકા ઘટી 2766.20 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 1.17 ટકા ઘટી 658.30 પર બંધ રહ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 254 લાખ કરોડને પાર પહોંચી ગઈ છે.

મજબૂત આંકડાના પગલે બજારમાં તેજી

  • પ્રથમ ત્રિમાસિકમાં GDP ગ્રોથ 20.1 ટકા પર પહોંચ્યો
  • GST કલેક્શન 1.12 લાખ કરોડને પાર રહ્યું
  • એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પણ વધ્યુ
  • સતત બીજા મહિને PMI 50ની ઉપર છે
  • ગ્લોબલ સંકેત પોઝિટિવ છે
  • વેક્સિનેશનથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે

ગુરુવારે સેન્સેક્સ 514 અને નિફ્ટી 158 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 514 અંક વધી 57852 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 અંક વધી 17234 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 57423 અને નિફ્ટી 17095 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન નિફ્ટીએ 17245નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ પર TCS, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. TCS 3.34 ટકા વધી 3837.95 પર બંધ રહ્યો હતો. HUL 2.53 ટકા વધી 2800.00 પર બંધ રહ્યો હતો. M&M, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 2.29 ટકા ઘટી 752.50 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.79 ટકા ઘટી 3728.00 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.37 ટકાની તેજીની સાથે 35443 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.14 ટકા વધી 15331 અને S&P 500 0.28 ટકાના વધારા સાથે 4536 પર બંધ થયો.