તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેરબજાર:મજબૂત વૈશ્વિક સંકેતોને પગલે સેન્સેક્સ 835 અંક વધ્યો, નિફ્ટી 11050 પર બંધ ; બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્કના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • બજાજ ફિનસર્વ, ઇન્ડસઇન્ડ બેન્ક, HCL ટેક, સિપ્લા, ભારતી એરટેલના શેર વધ્યા
  • એસબીઆઈ લાઇફ ઈન્શ્યોરન્સ, BPCL, UPL, HDFC Lifeના શેર ઘટ્યા

મજબૂત વૈશ્વિક સંકેતોન પગલે ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 835 અંક વધી 37388 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 244 અંક વધી 11050 પર બંધ રહી હતી. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, સિપ્લા, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. બજાજ ફિનસર્વ 6.96 ટકા વધીને 5803.30 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 5.02 ટકા વધીને 514.85 પર બંધ રહ્યો હતો. જોકે એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, BPCL, UPL, HDFC Life સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ 0.91 ટકા ઘટીને 797.05 પર બંધ રહ્યો હતો. BPCL 0.40 ટકા વધીને 375.75 પર બંધ રહ્યો હતો.

લક્ષ્મીશ્રી સ્ટોક બ્રોકિંગના વિરલ મહેતાએ જણાવ્યું હતું કે વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારો આજે સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. આ સિવાય શેરમાર્કેટમાં શોર્ટ કવરિંગ જોવા મળવાના પગલે ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. ગઈકાલે સિંગાપોરનો Sgx નિફ્ટી 124 અંક વધીને બંધ રહ્યો હતો. જયારે નેસ્ડેક 120 અંક વધીને બંધ રહ્યો હતો.

મજબૂત ગ્લોબલ સંકેત
ગુરુવારે અમેરિકાના બજારોમાં ટેક શેરોમાં તેજી જોવા મળી હતી. જેના કારણે અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 0.20 ટકા વધારા સાથે 52.31 અંક વધી 26,815.40 પર બંધ થયો હતો. જ્યારે નેસ્ડેક પણ 0.58 ટકા વધી 10896.50 પર બંધ થયો હતો. આ સિવાય એશિયાઈ બજારોમાં નિચલા સ્તરેેથી રિકવરી જોવા મળી છે. જાપાનનો નિક્કેઈ પણ 167 અંક વધી 23204ના સ્તરે બંધ થયો હતો.

કોરના માટે રાહત પેકેજ
આ સિવાય કોરોનાની વચ્ચે અમેરિકામાં 2.2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ ઝડપથી જાહેર થાય તેવી શકયતા છે. તેના માટે આગામી સપ્તાહમાં અમેરિકામાં વોટિંગ છે. જો આ બિલ પાસ થશે તો તેની ઈકોનોમિ અને ગ્લોબલ માર્કેટ પર સકારાત્મક અસર પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો