તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 514 અંક વધ્યો, નિફ્ટી 17234 પર બંધ; TCS, HULના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • M&M, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 514 અંક વધી 57852 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 158 અંક વધી 17234 પર બંધ રહ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 57423 અને નિફ્ટી 17095 પર ખુલ્યો હતો. કારોબાર દરમિયાન નિફ્ટીએ 17245નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

TCS, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા
સેન્સેક્સ પર TCS, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. TCS 3.34 ટકા વધી 3837.95 પર બંધ રહ્યો હતો. HUL 2.53 ટકા વધી 2800.00 પર બંધ રહ્યો હતો. M&M, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 2.29 ટકા ઘટી 752.50 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 0.79 ટકા ઘટી 3728.00 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.14 ટકાના ઘટાડા સાથે 35312 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.33 ટકા વધી 15309 અને S&P 500 0.03 ટકા વધારા સાથે 4524 પર બંધ થયો હતો.