શેરબજાર:સેન્સેક્સ 125 અંક ઘટ્યો, નિફ્ટી 17585 પર બંધ; ટાટ સ્ટીલ, SBIના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કોટક મહિન્દ્રા, HDFC બેન્ક, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, નેસ્લેના શેર વધ્યા
  • ભારતની માર્કેટ કેપ 261 લાખ કરોડ રૂપિયા થઈ

ભારતીય શેરબજારો સપ્તાહ અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 126 અંક વધી 59015 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 44 અંક વધી 17585 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 59737 અને નિફ્ટી 17792ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 59400 અને નિફ્ટી 17700ને પાર ખુલ્યું હતું.

ટાટા સ્ટીલ, SBI, TCSના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, SBI, TCS, HUL, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.57 ટકા ઘટી 1385.30 પર બંધ રહ્યો હતો. SBI 2.07 ટકા ઘટી 454.05 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા, HDFC બેન્ક, ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 5.26 ટકા વધી 2006.00 પર બંધ રહ્યો હતો. HDFC બેન્ક 1.51 ટકા વધી 1583.30 પર બંધ રહ્યો હતો.

ITC, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપનીના શેર વધ્યા
સેન્સેક્સ પર ITC, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ભારતી એરટેલ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ITC 2.47 ટકા વધી 236.45 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.42 ટકા વધી 7590.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, પાવર ગ્રિડ કોર્પ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.66 ટકા ઘટી 1412.70 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 0.62 ટકા ઘટી 1124.25 પર કારોબાર કરી રહ્યો છે.

ભારતની માર્કેટ કેપ 261 લાખ કરોડ રૂપિયા
હાલ ભારતની માર્કેટ કેપ 261 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વનાં ટોપ બજારોમાં અમેરિકાનું બજાર પ્રથમ નંબરે છે. તેની માર્કેટ કેપ 50.99 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ચીનનું બજાર 12.41 ટ્રિલિયન ડોલરની સાથે બીજા નંબરે છે. શેરબજારમાં સતત તેજીએ માર્કેટ કેપના મામલામાં ભારતીય બજારને છઠ્ઠા નંબરે પહોંચાડી દીધું છે. હવે ભારત વિશ્વનાં બજારોની માર્કેટ કેપની સરખામણીમાં છઠ્ઠા નંબરે છે. ગુરુવારે ભારતે 260.80 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપની સાથે ફ્રાન્સને પાછળ છોડી દીધું છે.

બજારમાં વધારાનાં કારણો

  • સરકારની ઈન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાની કોશિશ ચાલુ છે
  • IPOનું બજાર પણ સારું ચાલી રહ્યું છે
  • બજારમાં વિદેશ રોકાણ વધી રહ્યું છે
  • બીજા ત્રિમાસિકમાં સારાં પરિણામ આવવાની શક્યતા
  • જુલાઈમાં ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન વધી રહ્યું છે
  • ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર ઘટ્યો છે
  • વેક્સિનેશન ઝડપી થવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે

સેન્સેક્સ ગુરુવારે પ્રથમ વખત 59,200ને પાર પહોંચ્યો હતો
ગુરુવારે સેન્સેક્સે નવો ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વખત સેન્સેક્સ 59,200 અને નિફ્ટી 17,600ને પાર પહોંચ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 418 અંક વધી 59,141 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 110 અંક વધી 17,629 પર બંધ રહ્યો હતો. આ પહેલાં સેન્સેક્સ 58,881 અને નિફ્ટી 17,539 પર ખૂલ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, ITC, SBI, રિલાયન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 7.34 ટકા વધી 1131.25 પર બંધ રહ્યો હતો. ITC 6.83 ટકા વધી 230.75 પર બંધ રહ્યો હતો, જ્યારે TCS, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. ટેક મહિન્દ્રા 1.16 ટકા ઘટી 1447.65 પર બંધ રહ્યો હતો. TCS 1.32 ટકા ઘટી 3902.50 પર બંધ રહ્યો હતો.