તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 258 અંક વધ્યો, નિફ્ટી 11604 પર બંધ; M&M, બજાજ ઓટોના શેર વધ્યા

મુંબઈ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • M&M, બજાજ ઓટો, સન ફાર્મા, HDFC બેન્ક, ઈન્ફોસિસના શેર વધ્યા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, SBI, ONGC, ભારતી એરટેલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો બુધવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 258 અંક વધીને 39302 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 અંક વધીને 11604 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, બજાજ ઓટો, સન ફાર્મા, એચડીએફસી બેન્ક, ઈન્ફોસિસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. M&M 4.24 ટકા વધીને 639.60 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 3.44 ટકા વધીને 3042.00 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, NTPC, SBI, ONGC, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.80 ટકા ઘટીને 622.10 પર બંધ રહ્યો હતો. NTPC 1.43 ટકા ઘટીને 89.70 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...