તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Business
 • The Sensex Reached New Highs Of 58628 And The Nifty Reached 17489; Shares Of Bharti Airtel, Titan Rose

શેરબજારનો નવો રેકોર્ડ:પ્રથમ વખત સેન્સેક્સ 58700 અને નિફ્ટી 17500ને પાર બંધ; NTPC, ભારતી એરટેલના શેર વધ્યા

મુંબઈએક દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્સિસ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, સનફાર્માના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે એક નવો રેકોર્ડ બનાવી બંધ થયા હતા. દિવસના અંતે સેન્સેક્સ 476 અંક વધી 58723 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 139 અંક વધી 17519 પર બંધ થયો હતો.

NTPC, ભારતી એરટેલ, HCL ટેકન શેર વધ્યા
સેન્સેક્સ પર NTPC, ભારતી એરટેલ, HCL ટેક, ટાઈટન કંપની, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 7.16 ટકા વધી 124.20 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 4.53 ટકા વધી 725.55 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે, સનફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 0.38 ટકા ઘટી 791.50 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 0.31 ટકા ઘટી 3351.50 પર બંધ રહ્યો હતો.

માર્કેટમાં તેજીના કારણ

 • જુલાઈમાં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વધી રહ્યું છે
 • ઓગસ્ટમાં રિટેલ મોંઘવારી દર ઘટ્યો છે
 • IPOનું બજાર પણ સારુ ચાલી રહ્યું છે
 • બજારમાં વિદેશી રોકાણ વધી રહ્યું છે
 • બજારમાં બીજા ત્રિમાસિકના સારા પરિણામ આવવાની શક્યતા
 • ​​​​​​​વેક્સિનેશન ઝડપી થવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે
 • ઈન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાની સરકારની કોશિશ

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 259 લાખ કરોડને પાર
BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 259 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 69 પોઈન્ટ વધી 58247 પર અને નિફ્ટી 24 પોઈન્ટ વધી 17380 પર બંધ થયો હતો.

મંગળવારે માર્કેટ ફ્લેટ બંધ રહ્યું હતું
ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 69 અંક વધી 58,247 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 25 અંક વધી 17,380 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન નિફ્ટી 17,438ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HCL ટેક, બજાજ ઓટો, લાર્સન, કોટક મહિન્દ્રા સહિતના શેરો વધીને બંધ રહ્યા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.02 ટકા વધી 1036.00 પર બંધ રહ્યો હતો. HCL ટેક 2.54 ટકા વધી 1238.30 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, HDFC, HUL સહિતના શેરો ઘટીને બંધ રહ્યા હતા. નેસ્લે 0.97 ટકા ઘટી 20237.00 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.87 ટકા ઘટી 7865.00 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર લાલ નિશાનમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.84 ટકાની નબળાઈને સાથે 34577 પર બંધ થયો. નેસ્ડેક 0.45 ટકા ઘટી 15037 અને S&P 500 0.57 ટકાના ઘટાડા સાથે 4443 પર બંધ થયો હતો.