તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 127 અંક ઘટ્યો, નિફ્ટી 17355 પર બંધ; રિલાયન્સ, ICICI બેન્કના શેર ઘટ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, TCS, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 127 અંક ઘટી 58177 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 14 અંક ઘટી 17355 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, ICICI બેન્ક, HUL, HDFC બેન્ક, M&M સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.29 ટકા ઘટી 2370.00 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 1.83 ટકા ઘટી 707.00 પર બંધ રહ્યો હતો. જોકે કોટક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, TCS, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 1.74 ટકા વધી 1849.45 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.50 ટકા વધી 1469.10 પર બંધ રહ્યો હતો.

BSEની માર્કેટ કેપ 256 લાખ કરોડ રૂપિયાને પાર
BSE પર 3468 શેરમાં કારોબાર થયો. જેમાંથી 1720 શેર્સ વધારા સાથે અને 1544 શેર્સ લાલા નિશાનમાં બંધ થયા હતા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 256 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 55 પોઈન્ટ વધી 58305 પર અને નિફ્ટી 16 પોઈન્ટના વધારા સાથે 17369 પર બંધ થયો હતો.

BSE પર 401 શેર્સમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 255 શેર્સ 52 સપ્તાહના ઉપરના સ્તર પર અને 25 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તરે કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 401 શર્સમાં અપર સર્કિટ લાગી, જ્યારે 243 શેર્સમાં લોઅર સર્કિટ લાગી.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.78 ટકાની નબળાઈની સાથે 34607 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.87 ટકા ઘટી 15115 અને S&P 500 0.77 ટકાના ઘટાડા સાથે 4458 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...