તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 214 અંક ઘટ્યો, નિફ્ટી 17076 પર બંધ; M&M, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એક્સિસ બેન્ક, ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 214 અંક ઘટી 57338 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 56 અંક ઘટી 17076 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સ 57918 અને નિફ્ટી 17225ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

સેન્સેક્સ પર M&M, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, TCS, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. M&M 2.89 ટકા ઘટી 770.15 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 2.67 ટકા ઘટી 1,411.40 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એક્સિસ બેન્ક, ટાઈટન કંપની, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.20 ટકા વધી 3303.10 પર બંધ રહ્યો હતો. નેસ્લે 1.73 ટકા વધી 19794.00 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.11 ટકાના ઘટાડા સાથે 35360 પર બંધ થયું હતું. નેસ્ડેક 0.04 ટકા ઘટી 15259 અને S&P 500 0.13 ટકા ઘટી 4522 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...