• Gujarati News
  • Business
  • Sensex Rose 445 Points, Nifty Closed At 17822; Shares Of IndusInd Bank, Bharti Airtel Rose

શેરબજાર:સેન્સેક્સ 445 અંક વધ્યો, નિફ્ટી 17822 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલના શેર વધ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, ITC, અલ્ટ્રાટેકસિમેન્ટ, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 445 અંક વધી 59744 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 131 અંક વધી 17822 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ભારતી એરટેલ, રિલાયન્સ, HCL ટેક, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.60 ટકા વધી 1171.05 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 2.66 ટકા વધી 699.25 પર બંધ રહ્યો હતો. જોકે સન ફાર્મા, પાવર ગ્રીડ કોર્પ, ITC, અલ્ટ્રાટેકસિમેન્ટ, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 1.36 ટકા ઘટી 820.35 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 0.91 ટકા ઘટી 189.80 પર બંધ રહ્યો હતો.

BSE પર 2075 શેર્સ વધારા સાથે બંધ
BSE પર 3449 શેર્સમાં કારોબાર થયો. જેમાં 2075 શેર્સ વધારા સાથે અને 1208 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 264.79 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે.

BSE પર 516 શેર્સમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 306 શેર્સ 52 સપ્તાહના ઉપરી સ્તર અને 16 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 516 શેર્સમાં અપર સર્કિટ લાગી જ્યારે 128 શેરમાં લોઅર સર્કિટ લાગી. આ પહેલા સોમવારે સેન્સેક્સ 533 અંક એટલે કે 0.91 ટકા ઉછળીને 59299 પોઈન્ટ પર અને નિફ્ટી 159 પોઈન્ટ એટલે કે 0.91 ટકા ઉછળીને 17691 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...