શેરબજાર:સેન્સેક્સ 533 અંક વધ્યો, નિફ્ટી 17691 પર બંધ; બજાજ ફાઈનાન્સ, SBIના શેર વધ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • બજાજ ઓટો, HUL, ટાઈટન કંપની, નેસ્લે, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 533 અંક વધી 59299 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 159 અંક વધી 17691 પર બંધ રહ્યો હતો.

એનટીપીસી, બજાજ ફિનસર્વ, SBIના શેર વધ્યા
સેન્સેક્સ પર એનટીપીસી, બજાજ ફિનસર્વ, SBI, બજાજ ફાઈનાન્સ, SBI, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 4.08 ટકા વધી 145.55 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 3.58 ટકા વધી બંધ રહ્યો હતો. જોકે બજાજ ઓટો, HUL, ટાઈટન કંપની, નેસ્લે, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 0.75 ટકા ઘટી 3826.15 પર બંધ રહ્યો હતો. HUL 0.59 ટકા ઘટી 2686.55 પર બંધ રહ્યો હતો.

મજબૂત શરૂઆત પછી એશિયામાં મિશ્ર કારોબાર
જ્યાં સુધી એશિયાઈ બજારોની વાત છે તે મજબૂતાઈ સાથે ખુલ્યા છે. જોકે ચીનમાં રિયલ એસ્ટેટ કિંગ ચાઈના એવરગ્રાન્ડને લઈને શરૂ થયેલી અનિશ્ચિતતાના કારણે તેણે શરૂઆતનો વધારો ગુમાવ્યો. ઓસ્ટ્રેલિયા, ચીન અને ભારતમાં મજબૂતાઈ તથા હોંગકોંગ, જાપાન અને કોરિયામાં નબળાઈ જોવા મળી રહી છે.

અમેરિકાના શેરબજાર ઉછાળા સાથે બંધ થયા હતા
અમેરિકાના બજાર શુક્રવારે મજબૂતાઈની સાથે બંધ થયા હતા. તેને પોઝિટિવ ઈકોનોમિક ડેટા અને ઈન્ફ્રાસ્ટ્રકચર બિલની પાસ થવાની શક્યતાનો સપોર્ટ મળ્યો હતો. ડાઉ જોન્સ 1.43 ટકા ઉછળીને 34326.46 પર બંધ થયો હતો. S&P 500માં 1.14 ટકાની તેજી આવી હતી અને તે 4357.04 પર રહ્યો હતો. નેસ્ડેક 0.82 ટકાના વધારા સાથે 14566.70 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...