શેરબજાર:સેન્સેક્સ 456 અંક ઘટ્યો, નિફ્ટી 18266 પર બંધ; ટાઈટન કંપની, HULના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ITCના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 456 અંક ઘટી 61259 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 152 અંક ઘટી 18266 પર બંધ રહ્યો હતો.

ટાઈટન કંપની, HUL, NTPC સહિતના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાઈટન કંપની, HUL, NTPC, બજાજ ફિનસર્વ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.62 ટકા ઘટી 2421.00 પર બંધ રહ્યો હતો. HUL 2.26 ટક ઘટી 2448.80 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, SBI, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.99 ટકા વધી 708.15 પર બંધ રહ્યો હતો. SBI 2.35 ટકા વધી 499.95 પર બંધ રહ્યો હતો.

બ્રેન્ટ ક્રૂડ 84 ડોલરને પાર
બ્રેન્ટ ક્રૂડમાં તેજી અટકાવનું નામ લઈ રહી નથી. બ્રેન્ટ ક્રૂડ 84 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે. ગ્લોબલ સ્તરે સપ્લાઈ કન્સર્નના પગલે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

FII અને DII ડેટા
20 ઓક્ટોબર એટલે કે બુધવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે(FIIs) 505.79 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે (DIIs)2578.22 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉજોન્સ 0.56 ટકા વધી 35457 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.71 ટકા વધારા સાથે 15129 અને S&P 500 0.74 ટકા વધી 4519 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...