શેરબજાર નવી ઉંચાઈ બંધ:સેન્સેક્સ 460 અંક વધ્યો, નિફ્ટી 18477 પર બંધ; ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • HCL ટેક, એમએન્ડએમ, ડો.રેડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટોના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 460 અંક વધી 61765 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 139 અંક વધી 18477 પર બંધ રહ્યો હતો.

ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 4.47 ટકા વધી 1792.15 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.36 ટકા વધી 1478.30 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ, HCL ટેક, ડો.રડ્ડી લેબ્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.36 ટકા ઘટી 1221.35 પર બંધ રહ્યો હતો. M&M 2.24 ટકા ઘટી 910.80 પર બંધ રહ્યો હતો.

બજારમાં તેજીના કારણ

  • અમેરિકાના શેરબજારમાં તેજી
  • કંપનીઓના ત્રિમાસિક પરિણામ સારા આવવાની શક્યતા
  • વેક્સિનેશન ઝડપી થવાથી રોકાણકારોનો ભરોસો વધ્યો
  • રિટેલ મોંઘવારી 5 મહિનાના નીચલા સ્તરે પહોંચી
  • સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 10.66 ટકા રહ્યો
  • સરકાર ઈન્ડસ્ટ્રીઝને સપોર્ટ કરવાની સતત કોશિશ કરી રહી છે
અન્ય સમાચારો પણ છે...