શેરબજાર:સેન્સેક્સ 149 અંક વધ્યો, નિફ્ટી 17991 પર બંધ; ટાઈટન કંપની, બજાજ ઓટોના શેર વધ્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • HCL ટેક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS, સન ફાર્માના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 149 અંક વધી 60284 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 46 અંક વધી 17991 પર બંધ રહ્યો હતો.

ટાઈટન કંપની, બજાજ ઓટો, SBIના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાઈટન કંપની, બજાજ ઓટો, બજાજ ઓટો, બજાજ ફિનસર્વ, SBI, નેસ્લે સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 5.55 ટકા વધી 2494.35 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 3.34 ટકા વધી 3980.30 બંધ રહ્યો હતો. જોકે HCL ટેક, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, TCS, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 3.63 ટકા ઘટી 1255.00 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 1.65 ટકા ઘટી 1377.10 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...