શેરબજાર:સેન્સેક્સ 77 અંક વધ્યો, નિફ્ટી 17945 પર બંધ; મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પના શેર વધ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, HCL ટેક, રિલાયન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 77 અંક વધી 60135 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 51 અંક વધી 17945 પર બંધ રહ્યો હતો.

મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર વધ્યા
સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, ITC, NTPC, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 3.66 ટકા વધી 7697.90 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 3.09 ટકા વધી 193.45 પર બંધ રહ્યો હતો. જોકે ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, HCL ટેક, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. TCS 6.32 ટકા ઘટી 3686.50 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 2.76 ટકા ઘટી 1400.25 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...