શેરબજાર:સેન્સેક્સ 432 અંક વધ્યો, નિફ્ટી 12987 પર બંધ; આઈસર મોટર્સ, BPCLના શેર ઘટ્યા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, HCL ટેક, HDFCના શેર વધ્યા
  • આઈસર મોટર્સ, BPCL, મારૂતિ સુઝુકી, ONGC, HDFC Lifeના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 431 અંક વધીને 44259 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 128 અંક વધીને 12987 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, HCL ટેક, HDFC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 5.16 ટકા વધીને 568.90 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 2.95 ટકા વધીને 4827.85 પર બંધ રહ્યો હતો. જોકે આઈસર મોટર્સ, BPCL, મારૂતિ સુઝુકી, ONGC, HDFC Life સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. આઈસર મોટર્સ 1.77 ટકા ઘટીને 2549.20 પર બંધ રહ્યો હતા. BPCL 1.06 ટકા ઘટીને 378.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોની સ્થિતિ
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 240 અંક વધીને 26537 પર બંધ થયો હતો. હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 149 અંકના વધારા સાથે 26819 પર બંધ થયો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.22 ટકાના વધારા સાથે 3369 પર બંધ થયો છે.

અમેરિકાના બજારોમાં રહ્યો ઘટાડો
બુધવારે અમેરિકાના બજારોમાં ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.58 ટકાના ઘટાડા સાથે 173.77 અંક વધી 29872.50 પર બંધ થયો હતો. આ પહેલા મંગળવારે ઈન્ડેક્સ પ્રથમ વખત 30 હજારના સ્તેરે બંધ થયો હતો. એસએન્ડપી 500 ઈન્ડેક્સ પણ 5.76 ટકા ઘટી 3629.65 પર બંધ થયો હતો. જ્યારે નેસ્ડેક ઈન્ડેક્સ 0.48 ટકાની તેજીની સાથે 12,094.40 પર બંધ થયો હતો.