શેરબજાર:સેન્સેક્સ 454 અંક વધ્યો, નિફ્ટી 17536 પર બંધ; રિલાયન્સ, ITCના શેર વધ્યા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી, ICICI બેન્ક, HUL, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 454 અંક વધી 58795 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 121 અંક વધી 17536 પર બંધ રહ્યો હતો. Paytmનો શેર આજે 2.48 ટકા વધી 1796 પર બંધ રહ્યો હતો.

રિલાયન્સ, ITC, ઈન્ફોસિસના શેર વધ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, ITC, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 6.10 ટકા વધી 2494.40 પર બંધ રહ્યો હતો. ITC 1.49 ટકા વધી 231.30 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક, મારૂતિ સુઝુકી, ICICI બેન્ક, HUL, એક્સિસ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.27 ટકા ઘટી 959.10 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.23 ટકા ઘટી 7569.95 પર બંધ રહ્યો હતો.

બુધવારે શેરબજાર ઘટીને બંધ રહ્યાં હતા
ભારતીય શેરબજારો બુધવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 323 અંક ઘટીને 58340 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 88 અંક ઘટી 17415 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, ઈન્ફોસિસ, ITC, રિલાયન્સ, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.62 ટકા ઘટી 7645.00 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.01 ટકા ઘટી 1697.50 પર બંધ રહ્યો હતો. જોકે કોટક મહિન્દ્રા, NTPC, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 1.45 ટકા વધી 2012.00 પર બંધ રહ્યો હતો. NTPC 1.42 ટકા વધી 135.40 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...