• Gujarati News
  • Business
  • Sensex Down 372 Points, Nifty Closes At 17764; Shares Of M&M, Tech Mahindra Fall

શેરબજાર:સેન્સેક્સ 372 અંક ઘટ્યો, નિફ્ટી 17764 પર બંધ; M&M, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SBI, પાવર ગ્રીડ કોર્પ, HDFC બેન્ક, રિલાયન્સ, ICICI બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 372 અંક ઘટીને 59636 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 134 અંક ઘટીને 17764 પર બંધ રહ્યો હતો.

M&M, ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર ઘટ્યા
સેન્સેક્સ પર M&M, ટેક મહિન્દ્રા, HCL ટેક, લાર્સન, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. M&M 3.28 ટકા ઘટી 923.80 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.19 ટકા ઘટી 1566.30 પર બંધ રહ્યો હતો. જોકે SBI, પાવર ગ્રીડ કોર્પ, HDFC બેન્ક, રિલાયન્સ, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 1.16 ટકા વધી 503.95 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 0.63 ટકા વધી 192.35 પર બંધ રહ્યો હતો.

Paytmના IPOમાં રોકાણકારોએ આશરે રૂ. 33000 કરોડ ગુમાવ્યા
આજે 18 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારનો Paytmનો રૂ. 18,300 કરોડનો સૌથી મોટો IPOનું લિસ્ટિંગ થયું હતું. અપેક્ષાથી વિપરીત આ ઇશ્યૂ ઘણો જ નીચા ભાવે લિસ્ટ થયો અને દિવસના અંતે શેર 20% જેટલો તૂટયો હતો. માર્કેટ નિષ્ણાતોના મતે Paytmના આશરે રૂ. 1.6 લાખ કરોડના વેલ્યુએશનના હિસાબે આજે લિસ્ટિંગના દિવસે પ્રમોટર્સ સહિતના રોકાણકારોએ આશરે રૂ. 32,000-33,000 કરોડ ગુમાવ્યા છે. લિસ્ટિંગની સેરેમનીમાં કંપનીના ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા હતા જ્યારે લિસ્ટિંગ બાદ રોકાણકારોએ રોવાનો વારો આવ્યો હતો.

રિટેલ ઇન્વેસ્ટર્સના અંદાજે રૂ. 3000 કરોડ ડૂબ્યાં
શેરબજારના નિષ્ણાતોના મતે, Paytmમાં ઇન્વેસ્ટ કરનાર નાના અથવા રિટેલ રોકાણકારોના પૈસા પણ ડૂબ્યાં છે. જાણકારો માને છે કે રિટેલ રોકાણકારોના આજના દિવસે રૂ. 2500-3000 કરોડ ડૂબી ગયા છે. Paytmની ઈસ્યુ પ્રાઈસ રૂ. 2150 નક્કી થઈ હતી. જ્યારે તેનું લિસ્ટિંગ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રૂ. 1955 પર, જ્યારે નેશનલ સ્ટેક એક્સચેન્જ પર રૂ. 1950 પર થતા લોકો નિરાશ થયા છે. બજાર બંધ થયું ત્યારે આ શેરનો ભાવ રૂ. 1564.15 હતો.

લિસ્ટિંગના દિવસે વિજય શેખર શર્માના રૂ. 26,600 કરોડથી વધુ ધોવાયા
કંપનીના ફાઉન્ડર-પ્રમોટર વિજય શેખર શર્મા પાસે 70% જેટલા શેર્સ છે, Paytmની વેલ્યુએશન મુજબ તેની કિમત રૂ. 97,975.50 કરોડ જેટલી થતી હતી. લિસ્ટિંગ બાદની સ્થિતીએ આ શેર હોલ્ડિંગની વેલ્યૂ રૂ. 71,278.31 કરોડ જેવી થાય છે. આ રીતે વિજય શેખર શર્માના શેર હોલ્ડિંગમાં અંદાજે રૂ. 26,698 કરોડનું ધોવાણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...