તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. મોટા પ્રમાણમાં વિદેશી રોકાણથી બજારે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. બુધવારે સેન્સેક્સ 227 અંક વધીને 44180 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 64 અંક વધીને 12938 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર M&M, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનસર્વ, લાર્સન, SBI સહિતના શેરો વધીને બંધ રહ્યાં હતા. M&M 10.46 ટકા વધીને 703.70 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 5.94 ટકા વધીને 830.65 પર બંધ રહ્યો હતો. જોકે HUL, ITC, ટાઈટન કંપની, TCS, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 1.86 ટકા ઘટીને 2135.80 પર બંધ રહ્યો હતો. ITC 1.41 ટકા ઘટીને 184.65 પર બંધ રહ્યો હતો.
બજારના વધારાને વિદેશી રોકાણકારોના ભારે રોકાણનો સપોર્ટ મળી રહ્યો છે. નવેમ્બરમાં અત્યાર સુધીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII) એ કુલ 1,13,145 કરોડના શેર ખરીદ્યા છે અને 75,007 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. જે છેલ્લા 13 વર્ષમાં કોઈ એક મહિનામાં થયેલું સૌથી વધુ રોકાણ છે. બજારમાં તેજીના પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ 171 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.
મોર્ગન સ્ટેનલીને પણ બજાર જોરદાર તેજીની આશા છે. મોર્ગન સ્ટેનલીએ ડિસેમ્બર 2021 સુધી સેન્સેક્સને 50 હજાર સુધી પહોંચવાનું અનુમાન કર્યું છે. તે મુજબ 2021 દરમિયાન લાર્જ કેપ શેરનું પ્રદર્શન સારુ રહી શકે છે. બુલ કેસ સિનારિયો પર મોર્ગન સ્ટેનલીએ કહ્યું કે સેન્સેક્સ 30 ટકાના વધારાની સાથે 59 હજાર સુધી પહોંચી શકે છે. જ્યારે બિયર કેસ સિનારિયોમાં ફર્મનું કહેવું છે કે જો મહામારીનો પ્રકોપ વધે છે તો સેન્સેક્સ 37 હજારના સ્તરને પાર કરી શકે છે.
આ પહેલા ગોલ્ડમેન શેસે ભારતીય શેર પર વધારાનું અનુમાન આપ્યું છે. ફર્મના જણાવ્યા મુજબ 2021ના અંત સુધીમાં નિફ્ટી 14,100ને પાર પહોંચી શકે છે. આ જ રીતે નોમૂરાએ પણ નિફ્ટી 50 ઈન્ડેક્સ પર 13,640નું લક્ષ્ય આપ્યું છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.