શેરબજાર:સેન્સેક્સ 314 અંક ઘટ્યો, નિફ્ટી 17898 પર બંધ; એક્સિસ બેન્ક, રિલાયન્સના શેર ઘટ્યા

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, ITC, NTPCના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 314 અંક ઘટી 60008 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 101 અંક ઘટી 17898 પર બંધ રહ્યો હતો.

એક્સિસ બેન્ક, રિલાયન્સ, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, રિલાયન્સ, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, ટાઈટન કંપની સહિતા શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 1.95 ટકા ઘટી 712.15 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 1.91 ટકા ઘટી 6464.05 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ, ITC, NTPC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.77 ટકા વધી 8273.00 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 2.47 ટકા વધી 3229.80 પર બંધ રહ્યો હતો.

નાયકા અને સિગાચીનો શેર 5-5 ટકા તૂટ્યો
નાયકાનો શેર 5 ટકાથી વધુ તૂટ્યો છે. જ્યારે લિસ્ટિંગ પર 2.52 ગણુ રિટર્ન આપનારો સિગાચીનો શેર આજે 5 ટકા લોઅર સર્કિટની સાથે બંધ થયો છે. જોકે આજે સવારે તે તેજીની સાથે 648 રૂપિયા પર ખુલ્યો હતો. પોલીસી બજારનો શેર 7 ટકા ઉપર 1435 રૂપિયા પર બંધ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ આજે 17939 પર ખુલ્યો હતો. તેણે 18022નો હાઈ બનાવ્યો હતો.

ગઈકાલે ઘટાડા સાથે બંધ થયો હતો સેન્સેક્સ
આ પહેલા સેન્સેક્સ 396 અંક ઘટીને 60322 પર બંધ થયો હતો. નિફ્ટી 110 અંક ઘટી 17999 પર બંધ થયો હતો. બજારની માર્કેટ કેપ 269.61 લાખ કરોડ રૂપિયા રહી.

અન્ય સમાચારો પણ છે...