શેરબજાર:સેન્સેક્સ 396 અંક ઘટ્યો, નિફ્ટી 17999 પર બંધ; રિલાયન્સ, SBIના શેર ઘટ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 396 અંક ઘટી 60322 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 110 અંક ઘટી 17999 પર બંધ રહ્યો હતો.

રિલાયન્સ, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
સેન્સેક્સ પર રિલાયન્સ, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ, NTPC, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 2.58 ટકા ઘટી 2512.10 પર બંધ રહ્યો હતો. SBI 2.31 ટકા ઘટી 495.00 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફાઈનાન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 7.31 ટકા વધી 8049.65 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 3.44 ટકા વધી 960.30 પર બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારો સોમવારે ફ્લેટ બંધ રહ્યાં
ભારતીય શેરબજારો સોમવારે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 32 અંક વધી 60718 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 7 અંક વધી 18109 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ, એમએન્ડએમ, SBI, બજાજ ઓટો, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.24 ટકા ઘટી 1245.20 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 1.19 ટકા ઘટી 926.10 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ITC, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.46 ટકા વધી 188.30 પર બંધ રહ્યો હતો. ITC 2.12 ટકા વધી 238.05 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...