• Gujarati News
  • Business
  • Sensex Down 1307 Points, Nifty Closes At 16677; Shares Of Bajaj Finance, IndusInd Bank Fell

શેરબજાર:સેન્સેક્સ 1307 અંક ઘટ્યો, નિફ્ટી 16677 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, કોટક મહિન્દ્રા, બ્રિટાનિયાના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1307 અંક ઘટી 55669 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 392 અંક ઘટી 16677 પર બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્ક, એચડીએફસી બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 4.29 ટકા ઘટી 6340.90 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 4.11 ટકા ઘટી 2288.40 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, કોટક મહિન્દ્રા, બ્રિટાનિયા, ઓએનજીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 2.75 ટકા વધી 237.60 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 0.73 ટકા ઘટી 158.65 પર બંધ રહ્યો હતો.

સોમવારે સેન્સેક્સ 85 અંક અને નિફ્ટી 33 અંક ઘટ્યો
ભારતીય શેરબજારો સોમવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 85 અંક ઘટી 56975 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 33 અંક ઘટી 17069 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.95 ટકા ઘટી 2386.60 પર બંધ રહ્યો હતો. વિપ્રો 2.74 ટકા ઘટી 495.05 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.17 ટકા વધી 1019.00 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 2.54 ટકા વધી 157.50 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...